જાણો સિરિયલ અનુપમા ના કલાકારો કેટલી લે છે ફી, રૂપાલી ગાંગુલી લે છે આટલી મોટી રકમ.

મનોરંજન

ટેલિવિઝનની એવી ઘણી સિરિયલો છે જે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. તેમાંથી જ એક દરેકની મનપસંદ સિરિયલ ‘અનુપમા’ છે. આ સીરિયલ ટીઆરપીની બાબતમાં નંબર વન પોઝિશન પર ધાક જમાવીને બેઠી છે. આ સિરિયલને ઘર ઘરમાં લોકો જોવી ખુબ જ પસંદ કરે છે. આ શોમાં દરરોજ કોઈ ને કોઈ નવો ટ્વિસ્ટ જોવા મળે છે. તમે એવું સમજી શકો છો કે આ સિરિયલ દર્શકોનો જીવ બનેલી છે. આ સીરિયલના દરેક કલાકારોએ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આ સિરિયલ સાથે જોડાયેલા કલાકારો વિશે નાની-નાની ચીજો જાણવા માટે આતુર રહે છે. આજે અમે તમને આ લેખ દ્વારા સિરિયલ ‘અનુપમા’ ના સ્ટાર્સ પોતાનું પાત્ર નિભાવવા માટે કેટલો પગાર લે છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રૂપાલી ગાંગુલી – અનુપમા: સિરિયલ “અનુપમા”માં રૂપાલી ગાંગુલી મુખ્ય પાત્ર અનુપમામાં જોવા મળી રહી છે. તેમણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. દરેક લોકો રૂપાલી ગાંગુલીના પાત્રને ખુબજ પસંદ કરે છે. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે આ સિરિયલમાં મુખ્ય પાત્ર નિભાવવા માટે રૂપાલી ગાંગુલી સૌથી મોટી રકમ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી ગાંગુલી ઓનસ્ક્રીન અનુપમા બનવા માટે પ્રતિ એપિસોડ 60,000 રૂપિયા ફી લે છે.

સુધાંશુ પાંડે – વનરાજ શાહ: સુધાંશુ પાંડે આ સિરિયલમાં અનુપમાના એક્સ હસ્બંડ વનરાજ શાહનું પાત્ર નિભાવી રહ્યા છે. વનરાજ શાહનું પાત્ર નિભાવવા માટે સુધાંશુ પાંડેએ સખત મહેનત કરી છે. તેમણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. સમાચાર અનુસાર સુધાંશુ પાંડે સીરીયલ “અનુપમા” માં વનરાજ શાહની ભૂમિકા નિભાવવા માટે પ્રતિ એપિસોડ 50,000 રૂપિયા ફી લે છે.

મદલસા શર્મા – કાવ્યા: સિરિયલ “અનુપમા” માં કાવ્યાનું પાત્ર બોલિવૂડ ઇંડસ્ટ્રી ના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદલસા નિભાવતા જોવા મળી રહી છે. કાવ્યાના પાત્રને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં કાવ્યા ગ્રે શેડમાં છે. પોતાના આ ગ્રે શેડ માટે કાવ્યા પ્રતિ એપિસોડ 30,000 રૂપિયા ફી લે છે.

આશિષ મહેરોત્રા – પરિતોષ શાહ: આ સિરિયલમાં અનુપમા અને વનરાજનો મોટો પુત્ર હોવા ઉપરાંત કિંજલના પતિની ભૂમિકા નિભાવવા માટે તોશુ શોમાં પ્રતિ એપિસોડ 33 હજાર રૂપિયા ફી લે છે. આશિષ મેહરોત્રા આ સિરિયલમાં તોશુનું પાત્ર નિભાવી રહ્યા છે.

મુસ્કાન – પાખી શાહ: ટીવીની લોકપ્રિય સિરિયલ “અનુપમા” માં વનરાજ અને અનુપમાને એક લાડલી પુત્રી પણ છે અને આ લાડલી પુત્રીનું પાત્ર પાખી શાહ નિભાવતા જોવા મળી રહી છે. તેમણે આ શોમાં પોતાના પાત્રથી દરેક લોકો નું દિલ જીતી લીધું છે. લોકો ને તેનું પાત્ર ખૂબ પસંદ આવી રહ્યું છે. સમાચાર અનુસાર, મુસ્કાન એક દિવસના એપિસોડ માટે 27,000 રૂપિયા ફી લે છે.

પારસ કાલનાવત – સમર: આ સીરિયલમાં અનુપમાના લાડલા પુત્રનું પાત્ર પારસ કલનાવત નિભાવતા જોવા મળી રહ્યો છે. સમાચાર અનુસાર પારસ કલનાવત શો માં પ્રતિ એપિસોડ માટે 35,000 રૂપિયા ફી લે છે.