એશ્વર્યા રાયની ભાભીને જોઈને ઉડી જશે તમારા હોંશ, સુંદરતાની બાબતમાં એશ્વર્યાને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન માત્ર એક અભિનેત્રી નથી. પરંતુ સુંદરતા એક મહાન ઉદાહરણ પણ છે. તેમની સુંદરતાની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે. તેણી ઘણી વાર સુંદરતા માટેનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તૈ ચેહરો ઘણી મૈગ્ઝીનનો કવર હોટો પણ રહી ચુક્યો છે. ભારતમાં એશ્વર્યા રાય સુંદરતાનું બીજું નામ બની ચુકી છે. કોઈને તેમના નામથી બોલાવવાનો અર્થ એ છે કે તે વ્યક્તિને એક મોટી કોમ્પ્લિમેંટ આપવામાં આવિ રહી છે.

ભારતની આ અભિનેત્રીઓ તેમની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. આજે એશ્વર્યા ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ પોતાના બ્યુટી વિથ બ્રઈન વાળી સ્ટાઈલથી તે આજે પણ લાખો-કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યાને સુંદરતામાં ટક્કર આપવી બોલીવુડની બધી અભિનેત્રીઓ પર ભારે પડે છે. પરંતુ એશના ઘરમાં જ એક એવી છોકરી ચે જે એશ્વર્યાથી ઓછી નથી. તે એશને તેના લુકથી ઘણી ટક્કર આપે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે બીજું કંઈ નહીં પરંતુ એશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય છે.

દુનિયા એશ્વર્યાના સાસરિયા એટલે કે અભિષેક બચ્ચનના પરિવારના દરેક સભ્યો વિશે જાણે છે. પરંતુ એશ્વર્યાના માયકા વિશે બહુ ઓછા લોકો જાણે છે. એશ્વર્યાના ભાઈ ભાભી વિશે બહુ ઓછા લોકો જાણે છે. એશ્વર્યાના ભાઈ ભાભી વિશે તમે ભાગ્યે જ તમે જાણતા હશો. એશ્વર્યાનો એક મોટો ભાઈ પણ છે. તેમના મોટા ભાઈનું નામ આદિત્ય રોય છે. તે મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે. જો તે તેની પત્ની વિશે વાત કરીએ તો તે ખૂબ જ સુંદર છે. તેનું નામ શ્રીમા રાય છે, તે ખૂબ જ બોલ્ડ છે.

ભલે એશ્વર્યાની ભાભી ફિલ્મો અથવા મોડેલિંગ કરતા જોવા મળતી નથી, પરંતુ તેને જોઈને તમે એમ કહેશો કે તે ટોપ મોડેલ છે અથવા અભિનેત્રી છે. તેણે પોતાને એક અભિનેત્રીની જેમ મેંટેન રાખી છે. જો તમારામાંથી કોઈને વિશ્વાસ આવી રહ્યો ન હોય તો, પછી તમે એકવાર તેમનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ જોઈ શકો છો. એશની ભાભી મંગ્લોરની છે. શ્રીમા હાલમાં પતિ સાથે અમેરિકામાં રહે છે.

શ્રીમા એક ફેશન બ્લોગર હોવાની સાથે સાથે હોમમેકર પણ છે. તેમણે વર્ષ 2009 માં મિસેજ ઈંડીયા કોમ્પીટિશનમાં પણ ભાગ લીધો હતો. શ્રીમા અને એશ્વર્યા વચ્ચે એક વાત સામાન્ય છે અને તે એ છે કે તે બંને ખૂબ સુંદર છે. તે પહેલા મોડેલિંગ પણ કરી ચૂકી છે. કદાચ આ જ કારણ છે કે નણંદ-ભાભીમાં ખૂબ સારી બોન્ડિંગ જોવા મળે છે. થોડા વર્ષો પહેલા કેટલાક ઇન્સ્ટાગ્રામ યૂઝરે તેમને પૂછ્યું હતું કે તમે તમારા બાળકોને કેવી રીતે કહો છો કે તેમની ફઈ ખૂબ પ્રખ્યાત છે. તેના પર તેણે જવાબ આપ્યો કે, તેમના બાળકો એશ્વર્યાને ગુલુ બુઆ કહીને બોલાવે છે.

નોંધપાત્ર વાત એ છે કે નાનંદ ભાભી બંને એકબીજા સાથે મોડેલિંગ અને રેમ્પના અનુભવ અને ટીપ્સ પણ શેર કરે છે. આ વિશે શ્રીમાએ પોતે એકવાર કહ્યું હતું. શ્રીમાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુપરસ્ટાર બનતા પહેલા તે મારી નણંદ છે અને મારી સારી મિત્ર છે.