જો સવારે ઉઠતાની સાથે જ જોવા મળે આ 5 ચીજો, તો સમજો કે મળવાના છે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની સવાર ખૂબ જ સારી રીતે શરૂ થાય કારણ કે એવું કહેવામાં આવે છે કે જો સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થાય છે. આ વિશે ઘણા પૌરાણિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સવારે કોઈ સારી ચીજ દેખાય છે તો આખો દિવસ શુભ રહે છે અને કાર્યોમાં સફળતા પણ મળે છે. તો આજે અમે તમને આ પોસ્ટમાં સવારે બનતી તે ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તે ઘટના સવારમાં તમને જોવા મળે છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સવારે આ ચીજોના દર્શનથી દિવસ બને છે શુભ: જો સવારે ઉઠતાની સાથે જ તમને ક્યાંકથી શંખ, નાળિયેર, ફૂલ, મોર અથવા હંસ જોવા મળે છે, તો તે આ વાતના સંકેત છે કે તમારો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે. ખરેખર ઉપરની બધી ચીજો માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને આ ચીજો સવારમાં જોવા મળે છે તો માતા લક્ષ્મીનું મનમાં સ્મરણ કરો.

જો તમે સવારે કોઈ અગત્યના કામથી બહાર જઈ રહ્યા છો કે ઓફિસ જઈ રહ્યા છો અને રસ્તામાં તમને સફાઈ કામદારો સફાઈ કરતા જોવા મળે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ઓફિસમાં તમારો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે. આ સાથે કામમાં આવતા અવરોધો પણ દૂર થશે.

સવારે ઘરેથી નિકળતાની સાથે જ જો તમને રસ્તામાં કચરો સળગતો જોવા મળે છે તો તે શુભ સંકેત છે. તેનાથી તમારો આખો દિવસ સારો રહેશે, જીવનમાંથી આર્થિક તંગી દૂર થશે અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે.

વેદમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારમાં સંતોના દર્શન થાય છે તો આખો દિવસ આધ્યાત્મિકતામાં પસાર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ક્યાંક જઇ રહ્યા છો અને રસ્તામાં તમને સંતોનું જૂથ જોવા મળે છે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે આજે જે કાર્યો વિચાર્યા છે તે ચોક્કસપણે પૂર્ણ થશે.

સવારે જો કોઈ સજેલી સ્ત્રી જોવા મળે તો સમજો કે તમને સાક્ષાત માતા લક્ષ્મીના દર્શન થયા છે. બીજી બાજુ, જો લાલ કપડા પહેરેલી સ્ત્રી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને પણ કોઈ આવી સ્ત્રી સવારમાં જોવા મળે છે તો નસીબનો આભાર માનો.

જો સવારે ઉઠતાની સાથે જ દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ જોવા મળે, તો તે આ વાતના સંકેત છે કે તમારો આખો દિવસ સારો પસાર થશે. ખરેખર દૂધ અને દહીં સવારે જોવા મળવું એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાથે જ એ વાતના પણ સંકેત આપે છે કે નજીકના ભવિષ્યમાં તમને ધન લાભ મળશે.

સવારે ઉઠીને જો તમે મોર્નિંગ વોક પર જઈ રહ્યા છો અથવા સવારે ઉઠ્યા પછી તમારા કામ માટે જઈ રહ્યા છો અને તે જ સમયે તમને કોઈ કન્યા જોવા મળે તો સમજો કે તમને સાક્ષાત માતા દુર્ગાના દર્શન થયા છે. આ સિવાય જો કોઈ કન્યા પાણી ભરેલા વાસણ સાથે જોવા મળે તો તે પણ શુભ છે. બીજી બાજુ, જો વાસણો ખાલી હોય, તો તે અશુભ સંકેતો છે અને તમારે તે દિવસે પૈસા સાથે સંબંધિત લેવડ – દેવડમાં સાવચેત રહેવું જોઈએ.

હિન્દુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે આપણી હથેળીમાં બધા તીર્થ અને બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. આવી સ્થિતિમાં સવારે ઉઠ્યા પછી હથેળીઓ માથાને સ્પર્શ કરીને આખા ચહેરા પર લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી, વ્યક્તિને બધા તીર્થસ્થળોના દર્શન કરવાનો લાભ મળે છે.

77 thoughts on “જો સવારે ઉઠતાની સાથે જ જોવા મળે આ 5 ચીજો, તો સમજો કે મળવાના છે પૈસા જ પૈસા

Leave a Reply

Your email address will not be published.