શનિવારે સવારે અચાનક જોવા મળે આ ચીજો, તો સમજી લો ખૂબ જ ભાગ્યશાળી છો તમે

ધાર્મિક

શનિવારે શનિદેવનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે શનિદેવની પૂજા કરવાથી કષ્ટોથી મુક્તિ મળી જાય છે. પૂજા ઉપરાંત શનિવારે કાળી ચીજોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, જે લોકો સારા કાર્યો કરે છે, શનિદેવ તેમનું જીવન સુખથી ભરી દે છે. સાથે જ જે લોકો ખરાબ કાર્યો કરે છે, તેમને શનિદેવ દ્વારા દંડ આપવામાં આવે છે. સાથે જ શનિવારના દિવસે સવારે અચાનકથી તમને નીચે જણાવેલ ચીજો જોવા મળે તો તમે સમજી લો કે તમારા પર શનિદેવની કૃપા બની ગઈ છે અને શનિદેવ તમારા દ્વારા કરવામાં આવી રહેલા કામથી પ્રસન્ન છે.

ગરીબ વ્યક્તિનું આગમન: સવારે અચાનક કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવે તો તે શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે માત્ર ભાગ્યશાળી લોકોને ત્યાં જ શનિવારના દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ આવે છે અને તેમની પાસે મદદ માંગે છે. આવી વ્યક્તિઓની મદદ તમે જરૂર કરો અને તેને પૈસા અને ભોજનનું દાન જરૂર કરો.

સફાઈ કરતા કોઈ જોવા મળે: સવારના સમયે ઘરની બહાર જો કોઈ વ્યક્તિ સફાઈ અથવા ઝાડુ લગાવતા જોવા મળે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. સવારના સમયે કોઈ વ્યક્તિને સફાઈ કરતા જોવાનો અર્થ હોય છે કે તમારા પર શનિદેવની કૃપા બની ગઈ છે. સફાઈ કામદાર જોવા પર તમે તેને પૈસા અને કપડાંનું દાન જરૂર કરો. સાથે જ તેને પીવાનું પાણી પણ આપો.

કાળો કૂતરો દેખાવો: શનિવારના દિવસે સવારના સમયે કાળો કૂતરો જોવો પણ સારું માનવામાં આવે છે. તેથી, કાળા કૂતરો જોવા પર તેને ભગાવવાને બદલે કૂતરાને સરસવના તેલની રોટલી ખવડાવો.

આ રીતે કરો શનિદેવને પ્રસન્ન: જો તમે શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો શનિવારના દિવસે નીચે જણાવેલ ઉપાય કરો. આ ઉપાયની મદદથી શનિદેવ તમારા પર પ્રસન્ન થઈ જશે. શનિવારના દિવસે શનિ મંદિરમાં જાઈ પૂજા કરો અને શનિદેવને સરસવના તેલ અને કાળા તલ અર્પણ કરો. સૌથી પહેલા તમ શનિદેવ પર તેલ અને કાળા તલ ચળાવો. ત્યાર પછી સરસવના તેલનો એક દીવો પણ પ્રગટાવો. ગરીબ લોકોને કાળા ધાબળા અથવા કપડાં દાન કરો. યાદ રાખો તમે જે પણ ચીજો દાન કરો તેનો રંગ કાળો જ હોવો જોઈએ.

શનિવારે કાળા ચંપલનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થઈ જાય છે અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી આપતા. તેથી તમે કાળા રંગના પગરખાં અથવા ચંપલનું દાન પણ કરી શકો છો. તમે ઈચ્છો તો નવા જૂતા અને ચંપલની જગ્યાએ તમારા જૂના જૂતા અને ચંપલ પણ દાન કરી શકો છો.