અમિતાભ બચ્ચનથી લઈને અક્ષયકુમાર સુધી આ 5 સ્ટારના હમશકલ જોઈને નહિં આવે વિશ્વાસ, જુવો તેની તસવીરો

બોલિવુડ

તમે બધાએ જૂની કહેવત સાંભળી હશે કે આ દુનિયામાં દરેક વ્યક્તિના ચહેરા જેવા સાત લોકો હોય છે. છેવટે, આ કહેવત કેટલી સત્ય છે, તેનો દાવો કરી શકાતો નથી પરંતુ ઘણી વાર તમે જોયું હશે કે કોઈ વ્યક્તિનો ચહેરો કોઈ વ્યક્તિ સાથે મળતો આવે છે. આપણા જીવનમાં ઘણી વખત આવા લોકો જોવા મળે છે, જેનો ચહેરો એકબીજા સાથે ખૂબ મળતો હોય છે અને કેટલીકવાર આવા લોકોને જોઈને આપણે છેતરાઈ જઇએ છીએ. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા બોલિવૂડના કેટલાક સ્ટાર્સના હમશકલની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો. જો તમે આ તસવીરો જોશો, તો તમને પણ કુદરત પર વિશ્વાસ આવી જશે.

અમિતાભ બચ્ચન: હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન એક એવા અભિનેતા છે, જેનો ચહેરો જ નહિં પરંતુ અવાજ પણ તેની ઓળખ છે. હિન્દી સિનેમામાં ચાર દાયકાથી વધુ સમય પસાર કરનાર અમિતાભ બચ્ચનને તેની ફિલ્મોમાંથી એંગ્રી યંગ મેનનું બિરુદ મળ્યું છે. અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમાના સૌથી મોટા અને પ્રભાવશાળી અભિનેતા માનવામાં આવે છે. જણાવી દઈએ કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘણા હમશકલ છે પરંતુ આંધ્રપ્રદેશમાં તેમના પણ એક હમશકલ છે, જેનું નામ ગોપી છે. તે “આંધ્રા અમિતાભ” તરીકે ઓળખાય છે. ગોપીને ફિલ્મો માટે ઓફર પણ મળી હતી પણ તેમને તેને સ્વીકારી ન હતી. ગોપીનો ચહેરો અમિતાભ બચ્ચનને એટલો મળતો આવે છે કે લોકો તેમને ઘણી વખત બિગ બી સમજીને ઓટોગ્રાફ પણ માંગે છે.

સૈફ અલી ખાન: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને દિગ્ગઝ અભિનેતા સૈફ અલી ખાનનું પણ સેલેબ્સના હમશકલના લિસ્ટમાં નામ શામેલ છે. જણાવી દઈએ કે સૈફ અલી ખાનનો હમશકલ પેટ્રોલ પમ્પ કાર્યકર છે. સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાનના હમશકલની તસવીર વાયરલ થઈ હતી. તસ્વીરમાં અભિનેતાના હમશકલે ઈન્ડિયન ઓઇલનું સ્ટીકર લગાવેલા કપડા પહેર્યા હતા, જેનાથી લોકો આ અંદાજ લગાવી રહ્યા છે કે તે એક પેટ્રોલ પંપ કર્મચારીની તસવીર છે, જેનો ચેહરો સૈફ અલી ખાન સાથે ખૂબ મળતો આવે છે.

જ્હોન અબ્રાહમ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા જ્હોન અબ્રાહમના હમશકલનું નામ મુબાશિર મલિક છે, જેનો ચહેરો હૂ-બ-હૂ જ્હોન અબ્રાહમ સાથે મળતો આવે છે. જો તમે તેની તસવીર જોશો, તો તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. જોન અબ્રાહમ અને મુબાશીરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. જણાવી દઈએ કે મુબાશિર મલિક ફાઈનેંશિયલ ક્રાઈમ એક્સપર્ટ અને લેખક છે.

રણબીર કપૂર: ફિલ્મ અભિનેતા રણબીર કપૂરનો હમશકલ શ્રીનગરનો છે. તેનું નામ જુનેદ શાહ છે, જે એક મોડેલ હતો. રણબીર કપૂર સાથે જુનૈદ શાહનો ચહેરો ખૂબ જ મળતો આવે છે. જ્યારે રણબીર કપૂરના હમશકલનો ચેહરો સામે આવ્યો ત્યારે લોકો તેમને ઓળખી પણ શક્યા ન હતા. જણાવી દઈએ કે જુનેદ શાહનું વર્ષ 2020 માં હાર્ટ એટેકથી નિધન થયું હતું.

રિતિક રોશન: રિતિક રોશનના હમશકલ અભિનેતા હરમન બાવેજાને કહેવામાં આવે છે. તેનો ચહેરો રીતિક રોશન સાથે ખૂબ મળતો આવે છે. જણાવી દઈએ કે હરમન બાવેજાની પહેલી ફિલ્મ લવ રોમાંસ “લવ સ્ટોરી 2050” હતી.

અક્ષય કુમાર: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓના ખેલાડી અક્ષય કુમારનો હમશકલ કાશ્મીરનો રહેવાસી છે, જેનું નામ માઝિદ મીર છે. માઝિદ મીરનો ચેહરો અક્ષય કુમાર સાથે ખૂબ મળતો આવે છે. માઝિદની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. લોકો ખરેખર તેને અક્ષય કુમાર માને છે.

Leave a Reply

Your email address will not be published.