આ અભિનેતા એ પત્ની સાથે બેસીને દૂરબીનથી જોયા હતા એશ્વર્યાના લગ્ન, જાણો કોણ છે તે અભિનેતા

બોલિવુડ

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન અને હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની જોડી હિન્દી સિનેમાની લોકપ્રિય કપલમાં શામેલ છે. બંનેને એકસાથે જોવા ચાહકો માટે ખૂબ જ ખાસ છે. બંને જ્યારે પણ સાથે જોવા મળે છે, ત્યારે પોતાના ચાહકોને કપલ ગોલ આપે છે.

અભિષેક બચ્ચન અને એશ્વર્યાના લગ્નને 14 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. આ સ્ટાર કપલના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ટૂંક સમયમાં જ બંનેના લગ્નને 15 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અભિષેક અને એશ્વર્યાના લગ્ન હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત અને સુંદર લગ્નમાંથી એક છે. આ લગ્નમાં ફિલ્મી દુનિયાના મોટા-મોટા દિગ્ગ્ઝો શામેલ થયા હતા.

જણાવી દઈએ કે એશ્વર્યા અને અભિષેક એપ્રિલ 2007માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બચ્ચન પરિવારમાં આવેલા આ શુભ પ્રસંગ પર બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આજે અમે તમને અભિષેક અને એશ્વર્યાના લગ્ન સાથે જોડાયેલો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

ખરેખર આ કિસ્સો હિન્દી સિનેમાના એક અભિનેતાનો છે. જણાવી દઈએ કે એશ્વર્યા અને અભિષેકના લગ્નને એક અભિનેતાએ તેની પત્ની સાથે દૂરબીન દ્વારા જોયા હતા. તે અભિનેતાનું નામ છે સંજય કપૂર. સંજય કપૂર ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તે દિગ્ગ્ઝ અભિનેતા અનિલ કપૂરના નાના ભાઈ અને અભિનેતા અર્જુન કપૂરના કાકા છે.

જે કિસ્સા વિશે અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ તેના વિશે અર્જુન કપૂરે પોતે વાત કરી હતી. પોતાના કાકા સંજય કપૂર અને કાકી મહિપ કપૂર સાથે જોડાયેલો કિસ્સો અર્જુને એક રિયાલિટી શો દરમિયાન જણાવ્યો હતો. જણાવી દઈએ કે એક સમયે સંજય એશ્વર્યાના ખૂબ મોટા ફેન હતા અને જ્યારે એશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા ત્યારે સંજયે બંનેના લગ્ન તેમની પત્ની સાથે બેસીને દૂરબીનથી જોયા હતા.

અર્જુન કપૂર એક વખત ટીવી રિયાલિટી શો ‘ફ્લેશ લાઈટ્સ ઓફ બોલિવૂડ’માં પહોંચ્યા હતા. ત્યારે તેમણે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એશ્વર્યા અને અભિષેકના લગ્ન તેમના કાકા સંજય કપૂર અને કાકી મહીપ કપૂર સાથે દૂરબીનથી જોયા હતા. અર્જુનની કાકી મહીપે જણાવ્યું હતું કે અમારું એક દૂરબીન અર્જુનના ઘરે રહી ગયું હતું અને જ્યારે મેં અર્જુનને તેને પરત કરવા માટે બોલાવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે દૂરબીનનો ઉપયોગ તેમણે ક્યાં અને કેવી રીતે કર્યો.

મહિપે જણાવ્યું હતું કે મેં અને સંજયે અભિષેક અને એશ્વર્યાના લગ્ન દૂરબીન દ્વારા જોયા હતા. આ સાથે જ કપલે ખૂબ તાળીઓ પણ વગાડી. સાથે જ બંનેએ મળીને લગ્નમાં આવનારા મહેમાનો અને લગ્નની તૈયારીઓ, સજાવટ વગેરે પર નજર રાખી હતી.

જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને એશ્વર્યાની પહેલી મુલાકાત વર્ષ 1997માં સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. ત્યાર પછી બંને કલાકારો સાથે કામ કરવા દરમિયાન એકબીજા પર પોતાનું દિલ હારી બેઠા. કહેવાય છે કે બંનેની લવસ્ટોરીની શરુઆત ફિલ્મ ‘ધૂમ’ દરમિયાન થઈ હતી.

અભિષેક અને એશ્વર્યાએ થોડા સમય સુધી ડેટિંગ કરી અને પછી 2007ની શરૂઆતમાં સગાઈ કરી લીધી. જ્યારે એપ્રિલ 2007માં બંનેએ લગ્ન કરી લીધા. હવે બંને એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે. આરાધ્યા બચ્ચન 10 વર્ષની થઈ ચુકી છે. આરાધ્યાનો જન્મ નવેમ્બર 2011માં થયો હતો.