27 વર્ષ મોટા મિથુન સાથે ટીવીની અનુપમા ઉર્ફ રૂપાલી ગાંગુલીએ કર્યો હતો રોમાંસ, જાણો તેની જિંદગીના કેટલાક રહસ્યો

મનોરંજન

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી તાજેતરમાં જ પ્રખ્યાત ટીવી સીરિયલ ‘અનુપમા’ ના સેટ પર પહોંચ્યા હતા. અહીં તેમણે તેની પુત્રવધૂ મદાલસા ઉપરાંત તે શોની મુખ્ય સ્ટાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે પણ મુલાકાત કરી હતી. આટલું જ નહીં અહીં મિથુને દરેકની સાથે કેટલીક તસવીરો પણ ક્લિક કરી. આટલું જ નહીં, અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ મિથુન સાથે તસવીર શેર કરતા એક સ્પેશિયલ નોટ પણ શેર કરી છે.

આ નોટમાં તેણે જણાવ્યું હતું કે તે હિરોઇન તરીકે પહેલીવાર મિથુન ચક્રવર્તી સાથે જોવા મળી હતી. જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી ઉંમરમાં મિથુન ચક્રવર્તી કરતા લગભગ 27 વર્ષ નાની છે. રૂપાલી પહેલી વખત 1996 માં આવેલી ફિલ્મ ‘અંગારા’ માં મિથુન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં રૂપાલી મુખ્ય અભિનેત્રી હતી અને તેણે ગુલાબીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મને તેમના પિતા અને તેમના સમયના પ્રખ્યાત ડિરેક્ટર અનિલ ગાંગુલી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી.

રૂપાલી ગાંગુલીના જણાવ્યા મુજબ અંગારાના સેટ પર તેમને તેના પાપા અને મિથુન તરફથી ખૂબ ડાંટ પડતી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીએ માત્ર 4 વર્ષની ઉંમરે પહેલી વખત કેમેરાની સામે પર્ફોમ કરવાનું શરૂ કર્યું હતું. તે ફિલ્મ 1985 માં રિલીઝ થયેલી ‘સાહબ’ હતી. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર, અમૃતા સિંહ અને રાખી મુખ્ય ભૂમિકામાં હતા.

બીજી તરફ અભિનેત્રી રૂપાલી ગાંગુલીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે 8 વર્ષ પહેલા એટલે કે 6 ફેબ્રુઆરી, 2013 ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. રૂપાલી ગાંગુલી તેના પતિ અશ્વિનને લાંબા સમયથી જાણતી હતી. બંને લગ્ન પહેલા 12 વર્ષથી એકબીજાને જાણતા હતા. અશ્વિન તે સમયે રૂપાલીનો સૌથી સારો મિત્ર હતો. તેમના લગ્નના પાંચ વર્ષ પહેલા રૂપાલી અશ્વિનના પ્રેમમાં પડી ગઈ હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે તે અશ્વિનને બીજા કોઈ સાથે લગ્ન કરતા જોઈ શકતી ન હતી. તેમણે કહ્યું કે આ સંબંધ એવો હતો કે તેમને એકબીજાને પ્રપોઝ કરવાની જરૂર પણ ન હતી. બંનેના લગ્ન ખૂબ જ સરળ રીતે થયા હતા. રૂપાલી અને અશ્વિને કોર્ટ મેરેજ કર્યા હતા. રૂપાલીના કહેવા મુજબ લગ્નના દિવસે અશ્વિને તેની ખૂબ રાહ જોવડાવી હતી. તે કોર્ટ આવવાનો રસ્તો ભટકી ગયો હતો. આ કારણે તે બીજે ક્યાંક ચાલ્યો ગયો હતો. લાંબા સમય પછી, તે યોગ્ય સરનામે લગ્ન માટે કોર્ટ પહોંચ્યો.

રૂપાલીનો પતિ લગ્ન પહેલા અમેરિકામાં રહેતો હતો અને ત્યાં એડ ફિલ્મ બનાવવાનું કામ કરતો હતો. રૂપાલીએ એમ પણ કહ્યું હતું કે લગ્ન પછી તેનો પતિ અમેરિકાની કંપનીમાં સંસલ્ટંટ તરીકે કામ કરતો હતો. જણાવી દઈએ કે રૂપાલી હાલમાં મુંબઇમાં પતિ, પુત્ર અને સાસુ સાથે રહે છે. રૂપાલીએ વર્ષ 2000 માં ટીવી સીરિયલ સુકન્યાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 2003 માં આવેલા ટીવી શો ‘સંજીવની’ થી તેને દેશમાં ઘર-ઘરમાં ઓળખ મળી. તેમણે ‘સંજીવની’માં તેમણે ડૉ.સિમરન ચોપરાની ભૂમિકા નિભાવી હતી. આ પછી રૂપાલી ટીવી સીરીયલ ‘સારાભાઇ VS સારાભાઇ’ માં મોનીષાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી.