શુક્રવારની રાત્રે જરૂર કરો આ ગુપ્ત ઉપાય, ચમકી જશે નસીબ, થશે પૈસાનો વરસાદ

ધાર્મિક

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી ધનલાભ થાય છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું વર્ણન કરતા લખ્યું છે કે તે ધનની દેવી છે અને સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાની પૂજા હંમેશા ગુપ્ત રીતે કરવામાં આવે છે. તેથી તમે પણ આ વાતનું ધ્યાન રાખો અને હંમેશા તેની પૂજા ગુપ્ત રીતે જ કરો. આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે.

વિષ્ણુ ભગવાનનો કરો અભિષેક: ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી તમે શુક્રવારે રાત્રે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.

દીવો પ્રગટાવો: રાત્રે ઘરના ઈશાન ખૂણા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવી દો. દીવો પ્રગટાવતા પહેલા તેના પર એક લાલ દોરો બાંધવાનું ન ભૂલો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.

ખવડાવો ખીર: શુક્રવારે સફેદ રંગની ચીજોનું દાન કરો. સાથે જ ત્રણ અપરિણીત કન્યાઓને ખીર ખાવડાવો. આ સિવાય શુક્રવારના દિવસે શ્રી યંત્રનો દૂધથી અભિષેક કરવાથી પણ શુભ ફળ મળે છે.

આઠ સ્વરૂપોની કરો પૂજા: શાસ્ત્રોમાં મહાલક્ષ્મીના આઠ રૂપ જણાવેલા છે. તેથી તમે શુક્રવારે માતાના આ આઠ સ્વરૂપોની પૂજા કરો. માતાના તમામ સ્વરૂપોની પૂજા કરવાથી ધનલાભની સાથે સાથે ઉંમર, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય રહે છે. તમાતાના આઠ સ્વરૂપો અને તેમની સાથે જોડાયેલા મંત્રો આ મુજબ છે.

શ્રી આદિ લક્ષ્મી- માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી આયુષ્ય લાંબુ થાય છે. સાથે જ આદિ લક્ષ્મીનો મૂળ મંત્ર ૐ શ્રીં છે. શ્રી ધાન્ય લક્ષ્મી- ધનલાભ માટે માતા ધાન્ય લક્ષ્મીની પૂજા કરો. તેનો મૂળ મંત્ર ‘ૐ શ્રીં ક્લીં’ છે. શ્રી ધૈર્ય લક્ષ્મી- જીવનમાં આત્મવિશ્વાસ અને ધીરજ જાળવવા માટે ધૈર્ય લક્ષ્મીનાં આ મૂળ મંત્રનો જાપ કરો ૐ શ્રીં હ્રીં ક્લીં. શ્રી ગજ લક્ષ્મી- સ્વાસ્થ્ય અને શક્તિ માટે ગજ લક્ષ્મીની પૂજા કરો અને આ મંત્ર વાંચો ૐ શ્રીં હ્રીં ક્લીં. શ્રી સંતાન લક્ષ્મી- પરિવાર અને બાળક સુખ માટે સંતાન લક્ષ્મીની પૂજા કરો અને આ મંત્ર વાંચો- ૐ હ્રીં શ્રીં ક્લીં. શ્રી વિજય લક્ષ્મી અથવા વીર લક્ષ્મી- કામમાં જીત મેળવવા માટે માતાના આ રૂપની પૂજા કરો અને તેનો મૂળ મંત્ર ૐ ક્લીં ૐ છે. શ્રી વિદ્યા લક્ષ્મી- બુદ્ધિ અને જ્ઞાન માટે વિદ્યા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમનો મૂળ મંત્ર ૐ એં ૐ છે. શ્રી એશ્વર્ય લક્ષ્મી- જીવનમાં સુખ મેળવવા માટે માતાના આ સ્વરૂપની પૂજા કરો અને તેના મૂળ મંત્રનો જાપ કરો. ૐ શ્રીં શ્રીં.

કરો માતા સાથે જોડાયેલા મંત્રોનો જાપ: કથા અનુસાર જ્યારે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા તો દેવરાજ ઈન્દ્રએ માતા લક્ષ્મીની સ્તુતિ કરી હતી. જેનાથી પ્રસન્ન થઈ માતા લક્ષ્મીએ દેવરાજ ઈન્દ્રને વરદાન આપી દીધું હતું કે જે વ્યક્તિ દરરોજ આ સ્તુતિ વાંચશે તેને જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે.