પત્ની સાથે એક વખત લગ્નથી ન ભરાયું આ 4 અભિનેતાનું મન કર્યા પત્ની સાથે બીજી વખત લગ્ન, જાણો ક્યા ક્યા અભિનેતા છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ફિલ્મો ઉપરાંત કલાકારોના લગ્ન, સગાઈ, છૂટાછેડા વગેરે સહિત તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી અન્ય ઘણા પ્રકારની ચીજો પણ ઘણીવખત ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઘણા કલાકારોએ બીજા લગ્ન કર્યા છે. સાથે જ કોઈએ તો ત્રણ અથવા ચાર લગ્ન પણ કર્યા છે. જોકે કેટલાક બોલિવૂડ અભિનેતા એવા પણ છે જેમણે પોતાની પત્ની સાથે જ બીજી વખત લગ્ન કર્યા છે. ચાલો આજે આ પોસ્ટમાં આવા જ કેટલાક બોલીવુડ અભિનેતાઓ વિશે જણાવીએ.

પ્રકાશ રાજ: આ લિસ્ટમાં સૌથી તાજેતરનું નામ છે દક્ષિણ ભારતીય સિનેમા અને હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજનું. જણાવી દઈએ કે પ્રકાશ રાજે પહેલા લગ્ન વર્ષ 1994 માં કર્યા હતા, પરંતુ વર્ષ 2009 માં બંને અલગ થઈ ગયા હતા. ત્યાર પછી અભિનેતાએ બીજા લગ્ન વર્ષ 2010 માં પોની વર્મા સાથે કર્યા હતા.

24 ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ અને પોની વર્માએ લગ્નના 11 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ખાસ પ્રસંગ પર પ્રકાશે તેની પત્ની પોની સાથે બીજી વખત લગ્ન કર્યા. તેણે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી છે. જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને તેની પત્ની પોનીને લિપ કિસ પણ કરી રહ્યા છે. ટ્વિટર પર તસવીરો શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું કે, “અમે આજે રાત્રે ફરીથી લગ્ન કર્યા … કારણ કે અમારો પુત્ર વેદાંત અમારા લગ્ન જોવા ઈચ્છતો હતો. ફેમિલી મોમેંટ.” પ્રકાશ રાજ અને પોનીના બીજી વખત લગ્ન કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.

ગોવિંદા: સુપરસ્ટાર ગોવિંદાનું નામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ તમને જણાવી દઈએ કે, એક સમયે બોલીવુડના હીરો નંબર 1 ગોવિંદા પણ પોતાની પત્ની સાથે બે વખત લગ્ન કરી ચુક્યા છે. 90 ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર ગોવિંદાએ વર્ષ 1987 માં સુનીતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે તે દિવસોમાં તેમના લગ્ન વિશે વધુ લોકોને જાણ ન હતી. પછી ગોવિંદાએ સુનીતા સાથે વર્ષ 2015 માં બીજી વખત લગ્ન કર્યા હતા. આવું ગોવિંદાએ પત્નીના ન્યૂરોલોઝીમાં વિશ્વાસ રાખવાને કારણે કર્યું હતું. જણાવી દઈએ કે, આ કપલના બે બાળકો પુત્રી નર્મદા અને પુત્ર યશવર્ધન આહૂઝા છે.

અનુ કપૂર: હિન્દી સિનેમાની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા અનુ કપૂર પણ આ કામ કરી ચુક્યા છે. અનુ કપૂરે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ હેડલાઈન્સ બનાવી છે. વર્ષ 1992 માં અભિનેતાએ અનુપમા પટેલ સાથે લગ્ન કર્યા હતા. સાથે જ બે વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા. જ્યારે અનુએ વર્ષ 1995 માં અરુણિતા સાથે લગ્ન કર્યા. જો કે બીજા લગ્નના થોડા વર્ષો પછી અનુનો ફરીથી અનુપમા સાથે સંપર્ક વધ્યો અને બંને ફરીથી એકબીજાની નજીક આવી ગયા. આવી સ્થિતિમાં તેમણે અરુણિતાને છૂટાછેડા આપી દીધા. પછી અનુએ 2008 માં ફરી અનુપમા સાથે બીજી વખત લગ્ન કર્યા. આજે તે અને અનુપમા એક સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

આફતાબ શિવદાસાની: બાળ કલાકાર તરીકે હિન્દી સિનેમામાં આફતાબે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાથે જ મોટા થઈને પણ હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આફતાબે નીન દુસાંજ સાથે વર્ષ 2014 માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2017 માં બંને બીજી વખત દુલ્હા-દુલ્હન બન્યા હતા. બંનેના બીજી વખત લગ્ન કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા.