શું કિયારા અડવાણી સાથે 7 ફેરા લેશે સિદ્ધાર્થ મલ્હોત્રા? જાણો શું છે સત્ય

બોલિવુડ

સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં બોલિવૂડમાં ટોપ અભિનેતાઓના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યા છે. તેનું કારણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘શેરશાહ’ છે. 1999 ના કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થે ખૂબ જ શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. તેમના કામની દર્શકો અને વિવેચકો બંને પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. તે ફિલ્મમાં વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ બની છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ઓન-સ્ક્રીન જોડીને દર્શકોએ પસંદ કરી હતી. બંને જ્યારે સ્ક્રીન પર સાથે આવે છે, તો લાગે છે કે તે ખરેખર રિલેશનશિપમાં છે. આ ફિલ્મ પછી સિદ્ધાર્થ અને કિયારાના લવ અફેયરને લઈને પણ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું.

કેટલાક તો એવી વાતો પણ કરી રહ્યા હતા કે સિદ્ધાર્થ અને કિયારા ટૂંક સમયમાં 2021 માં લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ આ વાતોમાં કેટલું સત્ય છે? આ ખુલાસો ‘શેરશાહ’ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતે કર્યો છે.

ખરેખર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ એક એંટરટેનમેંટ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં તેણે પોતાના લગ્ન અને પોતાની કો-સ્ટાર કિયારા અડવાણી સાથે સંબંધને લઈને વાત વાત કરી. જ્યારે સિદ્ધાર્થને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરી રહ્યા છે, તો તેના પર અભિનેતાએ કહ્યું કે, ‘મને તેના વિશે અત્યારે ખબર નથી. હું કોઈ જ્યોતિષ નથી. હું નથી જાણતો કે તે કોના માટે વધુ મહત્વનું છે. પરંતુ જ્યારે પણ આવું થશે, હું દરેકને તેની જાણ કરીશ.’

પોતાના લગ્ન પર સિદ્ધાર્થ આગળ કહે છે કે ‘હું ક્યારે લગ્ન કરીશ તેની મને જાણ નથી. આવી કોઈ ટાઈમલાઈન પણ નથી. મારા વિચારથી તેને યોગ્ય રીતે કરવું જોઈએ. સિદ્ધર્થની વાતોથી સ્પષ્ઠ થઈ ગયું કે અત્યારે તેમનો લગ્ન કરવાનો કોઈ મૂડ નથી. તેને દુલ્હા રાજા બનતા જોવા માટે ચાહકોને થોડી વધુ રાજ જોવી પડશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઈન્ટરવ્યૂમાં પોતાની શેર શાહની કો-સ્ટાર અને કથિત ગર્લફ્રેન્ડ કિયારા અડવાણીને લઈને પણ ચર્ચા કરી હતી. અભિનેતાએ કહ્યું કે તે ભવિષ્યમાં કિયારા સાથે અન્ય એક રોમેન્ટિક ફિલ્મ કરવા ઈચ્છશે. શેરશાહમાં દર્શકોને અમારો રોમેન્ટિક એન્ગલ પસંદ આવ્યો. જો કે આ એક આર્મી સંબંધિત ફિલ્મ હોવાને કારણે અમારા બંનેનો સાથે સ્ક્રીન ટાઈમ ઓછો હતો. તેથી જ્યારે મને એક સારી સ્ક્રિપ્ટ અને સારો ડિરેક્ટર મળશે, તો હું કિયારા સાથે ફૂલ રોમેન્ટિક ફિલ્મ કરવા ઈચ્છિશ.

સિદ્ધાર્થના આ નિવેદન બાદ ચાહકોની અંદર ખુશીની લહેર છે. તેમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ પોતાની ફેવરિટ જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને એકસાથે ફરીથી સિલ્વર સ્ક્રીન પર ઈશ્ક લડાવતા જોઈ શકશે. જોકે સિદ્ધાર્થના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં રશ્મિકા મંદાના સાથે ‘મિશન મજનુ’માં જોવા મળશે.