આ કોઈ ટ્રેન નથી પરંતુ છે એક સરકારી સ્કૂલ, ડબ્બામાં ચાલે છે ક્લાસ, જુવો તસવીરો

વિશેષ

જેમ આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું શિક્ષણ દરેક વ્યક્તિ માટે જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી હોય છે. શિક્ષણ વગર આજના સમયમાં કંઈ પણ શક્ય નથી. દરેક માતા-પિતા પોતાના બાળકોને સફળતા તરફ જતા જોવા ઈચ્છે છે જે સારા અને યોગ્ય શિક્ષણ દ્વારા જ શક્ય બની શકે છે.

સાથે જ જો આપણે સરકારી સ્કૂલની વાત કરીએ તો સરકારી સ્કૂલની હાલત ખુબ જ ખરાબ છે. લોકો પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મોકલવામાં શરમાતા હોય છે. તેનો જ પ્રાઈવેટ સ્કૂલ ફાયદો ઉઠાવી રહી છે. પ્રાઈવેટ સ્કૂલોની મોટી-મોટી આકર્ષક ઇમારતો લોકોને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ આજે અમે તમને રાજસ્થાનની એક એવી સરકારી સ્કૂલની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા માટે તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે.

રેલ્વે સ્ટેશન જેવી લાગે છે આ સરકારી સ્કૂલ: તમે બધા લોકો રેતીના ટેકરા વચ્ચે ટ્રેનને જોઈને જરૂર આશ્ચર્યચકિત થઈ જશો. અમે તમને જે તસવીરો બતાવી રહ્યા છીએ તે જોયા પછી ઘણા લોકોને લાગશે કે આ એક અસલી ટ્રેન છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ અસલી ટ્રેન નથી પરંતુ શિક્ષક દ્વારા કરવામાં આવેલ એક ઈનોવેશન છે, જેને જોવા લોકો આતુર છે.

હા, બની શકે છે કે તમે વિચારી રહ્યા હશો કે આ કોઈ ટ્રેન છે જેમાં સ્કૂલના બાળકો જઈ રહ્યા છે પરંતુ સત્ય કંઈક બીજું છે. ખરેખર, તમે જે તસવીરો જોઈ રહ્યા છો તે એકવખત જોવામાં ક્યાંયથી સ્કૂલના ક્લાસ જેવી નથી લાગતી, પરંતુ સરહદી બાડમેર જિલ્લામાં આવેલા સીમાવર્તી ધનાઉ ના રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય રામદેવજીના મંદિર શ્રીરામવાલાની આ હકીકત છે.

દૂરથી જોવામાં આવે તો એવું લાગે છે કે જાણે કોઈ ટ્રેન આવી રહી છે, પરંતુ તે ધનૌની સરકારી સ્કૂલ છે. આ સરકારી સ્કૂલમાં રેલવે સ્ટેશન જેવું નામકરણ, બારીઓ, કોચ અને પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓની સ્કૂલમાં શિક્ષકો અને ભૌતિક સંસાધનોનો અવારનવાર અભાવ રહે છે. આવી સ્થિતિમાં અહીંના ભામાશાહ અને શિક્ષકો સાથે મળીને નવીનતાઓ કરીને સ્કૂલને આકર્ષક બનાવવાની પહેલ કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે સરહદી બાડમેર જિલ્લા મુખ્યાલયથી 100 કિલોમીટર દૂર આવેલી ધનાઉ ઉચ્ચતર માધ્યમિક શાળા રામદેવજી મંદિરના પ્રિન્સિપાલ જબર સિંહ ચારણ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે અને સ્કૂલને ટ્રેનમાં બદલી દેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં 90% વિદ્યાર્થીઓ એવા પણ છે જેમણે પોતાના જીવનમાં ભાગ્યે જ ટ્રેન જોઈ હશે. આ શૈક્ષણિક ટ્રેન વિદ્યાર્થીઓ માટે કુતૂહલનો વિષય બની ગઈ છે.

સ્કૂલના આચાર્ય જબરસિંહ ચારણનું કહેવું છે કે અકૂલને ટ્રેન જેવો લુક આપવામાં આવ્યો છે. જે રેતીના ટેકરાઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ગ્રામીણ વાતાવરણમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ ચોક્કસપણે ખૂબ જ સાર્થક સાબિત થશે. તમને જણાવી દઈએ કે લેક્ચરર રમેશ કુમાર, ફુસારામ, ચુનારામ, જગદીશ કુમાર, શૈતાન દાન, મેરાજરામ અને શાળા સહાયક પેમારામ સૌએ શાળાને રંગીન બનાવવામાં યોગદાન આપ્યું છે.

ટ્રેનની જેમ એક રૂમને એન્જિન તરીકે અને પાંચ રૂમ કોચ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં શાળામાં 350 વિદ્યાર્થીઓની નોંધણી છે અને 8 શિક્ષકો અહીં કાર્યરત છે. આ સ્કૂલના મેદાનમાં ડુબ ઘાસ અને છોડનો બગીચો પણ લગાવવામાં આવ્યો છે, જે શાળાની સુંદરતામાં વધુ વધારો કરે છે.

જણાવી દઈએ કે સ્કૂલની બારી અને અન્ય ચીજો ટ્રેનના રંગમાં રંગાયેલી છે. સાથે જ જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ દરવાજે ઉભા હોય છે ત્યારે એવું લાગે છે કે જાણે ટ્રેનના ડબ્બામાંથી બાળકો ડોકિયું કરી રહ્યા છે.