મહેલ જેવા ઘરમાં રહે છે સૌરવ ગાંગુલી, પુત્રી સના છે ઘરની માલિક, જુવો અંદરની તસવીરો

રમત-જગત

સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન છે. તેમનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કોલકાતાના બેહાલામાં થયો હતો. લોકો તેને ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને ‘બેંગાલ ટાઈગર’ ના નામથી પણ ઓળખે છે. જોકે સૌરવ ગાંગુલી જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેને જોઈને તેને આપેલા નામ બિલકુલ સટીક બેસે છે. સૌરવ એક ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. પોતાની લક્ઝુરિયસતાની એક ઝલક તેમણે ‘એશિયન પેંટ્સ સીઝન-2’ ના એક એપિસોડમાં બતાવી હતી.

જ્યારે પોતાના ઘર વિશે ખુલીને બોલ્યા હતા સૌરવ ગાંગુલી: આ એપિસોડમાં સૌરવ ગાંગુલી પોતાના મહેલ જેવા ઘર, તેમાં રહેતા પરિવાર અને ક્રિકેટને લઈને તેમના પરિવારની દીવાનગી પર ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા. તેમનો આ એપિસોડ યુટ્યુબ પર માર્ચ 2018માં રિલીઝ થયો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આ તે ઘર છે જેમાં તેમણે પોતાના જીવનના 44 વર્ષ પસાર કર્યા છે.

સૌરવ જણાવે છે કે જ્યારે તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ખૂબ જ આરામદાયક અનુભવે છે. આ સાથે તેમણે આ વાત પર ભાર આપ્યો હતો કે આ ઘરમાં જે લોકો રહે છે તે જ આ મકાનને ઘર બનાવે છે.

આટલા માટે સંભાળી 25 વર્ષ જૂની શેમ્પેનની બોટલો: આ એપિસોડમાં સૌરવ ગાંગુલીના ઘરે 25 વર્ષ જૂની શેમ્પેનની બે બોટલો શણગારેલી જોવા મળે છે. આ બોટલોને સંભાળવાનું કારણ જણાવતાં તે કહે છે કે તેમણે 1996માં ઈંગ્લેન્ડમાં સતત બે સદી ફટકારી હતી. તે દરમિયાન તેમને ગિફ્ટ તરીકે આ શૈમ્પેન ની બોટલ મળી હતી. સૌરવ કહે છે કે “જ્યારે હું ઈંગ્લેન્ડથી ભારત પરત આવ્યો ત્યારે મેં શેમ્પેઈનની બોટલો ખોલી હતી, જો કે તે બોટલોને યાદી તરીકે હજુ સુધી સંભાળીને રાખી છે.

“સૌરવ આગળ જણાવે છે કે જો શૈમ્પેનની બોટલોને ઘણા દિવસો સુધી હ્યૂમિડ જગ્યા પર રાખવામાં આવે તો તે ફાટી શકે છે. આ જ કારણ હતું કે મેં તેને ખોલી હતી. સૌરવે ઈંગ્લેંડમાં પોતાની પહેલી ટેસ્ટ સદી વર્ષ 1996 માં લગાવી હતી. સાથે જ આગળની ટેસ્ટમાં તેમણે બીજી ટેસ્ટ સદી ફટકારી હતી.

રાઈટ હેંડ પર્સન છે સૌરવ: સૌરવ ગાંગુલીએ પોતાના અંગત જીવનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હું એક રાઈટ હેંડ વ્યક્તિ છું. તેમણે કહ્યું હતું કે “હું સીધા હાથે ભોજન ખાઉં છું. હું સીધા હાથે લખું છું. બોલ થ્રો પણ રાઈટ હેંડથી કરું છું, જોકે બેટ હું ડાબા હાથથી પકડું છું.

પુત્રીને માને છે ઘરની માલિક: સૌરવ ગાંગુલીને એક પુત્રી પણ છે જેનું નામ સના ગાંગુલી છે. પુત્રીનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે, “સના આ ઘરની સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે. મારી માતા, મારા ભાઈઓ, મારા પિતરાઈ ભાઈઓ બધા છે, પરંતુ આ સૌથી પહેલા સનાનું ઘર છે. તેથી જ હું સનાને અવારનવાર કહેતો રહું છું કે પ્લીઝ અમને અહીં રહેવાની મંજુરી આપો.”

સૌરવ ગાંગુલીના ઘરની ઝલક: આ સૌરવ ગાંગુલીના ઘરનો લિવિંગ એરિયા છે. સૌરવ ગાંગુલીના ઘરનો આ ભાગ પણ ખૂબ જ સુંદર છે.

સૌરવ ગાંગુલીએ પોતાના ઘરમાં મોંઘું ફર્નિચર લગાવ્યું છે. સૌરવ ગાંગુલીના ઘરનો ડાઇનિંગ એરિયા જોવામાં ખૂબ જ સુંદર છે. સૌરવ ગાંગુલીના ઘરના આ ભાગમાં તેમણે ક્રિકેટ સાથે જોડાયેલી યાદો સંભાળીને રાખી છે. ઘરનો આ ભાગ સૌરવ ગાંગુલીના પિતાએ ખાસ રીતે બનાવ્યો હતો.