48 રૂમની હવેલીમાં રહે છે સૌરવ ગાંગુલી, ખૂબ જ લક્ઝરી અને સુંદર છે દાદાનો મહેલ, જુવો અંદરની તસવીરો

રમત-જગત

ભારતના પૂર્વ મહાન બેટ્સમેન અને સફળ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે તેનો 49 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 8 જુલાઈ 1972 ના રોજ ગાંગુલીનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. ક્રિકેટની દુનિયા પર સૌરવ ગાંગુલીએ ખૂબ રાજ કર્યું છે અને ભારતીય ટીમને ક્રિકેટના મેદાન પર એક નવી સ્ટાઈલ સાથે લડતા અને જીતતા શીખવ્યું છે.

ગાંગુલીને ‘દાદા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે તેના પરિવાર સાથે કોલકાતામાં રહે છે અને તેનો પરિવાર કોલકાતાના સૌથી અમીર પરિવારમાંથી એક છે અને આ વતનો અંદાજ તેમના મહેલ જેવા ઘર પરથી સ્પષ્ટ રીતે લગાવી શકાય છે. ચાલો આજે તમને સૌરવ ગાંગુલીના ઘરની તસવીરો બતાવીએ.

સૌરવ ગાંગુલી જે ઘરમાં રહે છે તે 65 વર્ષ જૂનું છે. તેને ઘર નહીં પરંતુ મહેલ અથવા હવેલી કહેવું યોગ્ય રહેશે. તેના આ લક્ઝરી ઘરમાં કુલ 48 રૂમ છે અને તેના ઘરની સુંદરતા જોતા જ બને છે. ‘દાદા’ નું ઘર ખૂબ જ લક્ઝરી હોવાની સાથે સુંદર પણ છે. ચાહકો ગાંગુલીને ‘દાદા’ ની સાથે જ ‘પ્રિંસ ઓફ કોલકાતા’ અને ‘બંગાળ ટાઈગર’ જેવા નામથી પણ બોલાવે છે.

ગાંગુલીની માતાનું નામ નિરૂપા ગાંગુલી અને પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી છે. ગાંગુલીના પિતા ચંડીદાસ કોલકાતાના મોટા પ્રિન્ટિંગ બિઝનેસમેન છે. આટલું જ નહીં, ગાંગુલીના પરિવારને કોલકાતાનો સૌથી અમીર પરિવાર માનવામાં આવે છે. ક્રિકેટને વર્ષો પહેલા અલવિદા કહી ચૂકેલા સૌરવ હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે.

સૌરવ ગાંગુલીની આ હવેલી બેહાલા, કોલકાતા માં બીરેન રૉય રોડ પર આવેલી છે. ઘરનો નંબર 2/6 છે, જેનો પિન કોડ 700034 છે. ગાંગુલીનું ઘર ખૂબ સુંદર અને જોવાલાયક છે. જણાવી દઈએ કે ગાંગુલી એક સમયે ફૂટબોલર બનવાનું સ્વપ્ન જોયા કરતા હતા, પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તેનો પુત્ર ક્રિકેટર બને.

હવેલીમાં છે 48 રૂમ: ગાંગુલીની આ લક્ઝરી હવેલીમાં કુલ 48 રૂમ છે. 65 વર્ષ જુનો આ મહેલ 4 માળમાં બનેલો છે. ગાંગુલીનું બાળપણ અહીં પસાર થયું છે અને આજે પણ ગાંગુલી પોતાની પત્ની ડોના રોય, પુત્રી સના અને પરિવાર સાથે અહીં રહે છે. ઘરમાં ઈંટીરિયરનું સંપૂર્ણ કામ બંગાળી સંસ્કૃતિ અને આર્ટથી કરવામાં આવ્યું છે.

મોટો લિવિંગ રૂમ: ઘરમાં એક મોટો લિવિંગ રૂમ બનેલો છે. આ જગ્યા પર ‘દાદા’ પોતાના પરિવાર સાથે પોતાનો મોટાભાગનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ એરિયામાં એક મોટું ટીવી પણ લાગેલું છે.

ક્રિકેટ પિચ અને જિમ પણ છે: ગાંગુલીના ઘરમાં ક્રિકેટ પિચની સાથે એક મોટું જિમ પણ બનેલું છે. સાથે જ ઘરના રૂમમાં તેમને ક્રિકેટ કારકિર્દી દરમિયાન મળેલી દરેક ટ્રોફીઓ પણ રાખવામાં આવી છે.

સૌરવની માતાને સફેદ રંગ ખૂબ પસંદ છે અને તેના કારણે ઘરની દિવાલો પર લાઈટ કલર લગાવવામાં આવ્યા છે. સાથે જ ઘરમાં સફેદ રંગના સોફા, ટેબલ અને પડદા પણ લગાવવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીના આ ઘરમાં એક સુંદર ગાર્ડન એરિયા પણ છે, જ્યાં ગાંગુલી પોતાને ફીટ રાખવા માટે કામ કરે છે.

જણાવી દઈએ કે ગાંગુલીએ વર્ષ 1997 માં ડોના રોય સાથે લગ્ન કર્યા હતા. બંનેના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતા, આવી સ્થિતિમાં ડોના રોય અને સૌરવ એ ભાગીને લગ્ન કર્યા હતાં. બંનેની એક પુત્રી છે જેનું નામ સના ગાંગુલી છે.