ફરીથી નાના બન્યા રજનીકાંત, પુત્રી સૌંદર્યા એ આપ્યો બીજા પુત્રને જન્મ, રાખ્યું છે આ સુંદર નામ

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમા અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રજનીકાંતના ઘરમાં ફરી એક વખત કિલકરી ગુંજી છે. રજનીકાંત ફરી એકવાર નાના બની ગયા છે. દિગ્ગજ અભિનેતાની પુત્રી સૌંદર્યાએ પુત્રને જન્મ આપ્યો છે. રજનીકાંતની પુત્રી સૌંદર્યા રજનીકાંત એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે.

સૌંદર્યાએ પુત્રના જન્મની ખુશી પોતાના ચાહકો સાથે શેર કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણી બધી તસવીરો શેર કરીને તેણે ચાહકોને જણાવ્યું છે કે તે ફરીથી માતા બની ગઈ છે. સૌંદર્યા બીજી વખત માતા બની છે. નિર્માતાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં તેના નવજાત એ તેનો હાથ પકડી રાખ્યો છે.

બીજી તસવીરમાં સૌંદર્યા પોતાના પતિ વિશગન વનંગામુડી સાથે જોવા મળી રહી છે. તેમાં તે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે. સૌંદર્યા અને વિશગને પોતાના નવજાત પુત્રનું નામ ‘વીર રજનીકાંત વનંગામુડી’ રાખ્યું છે. આગળની તસવીરમાં સૌંદર્યા પોતાના પતિ અને પુત્ર સાથે જોવા મળી રહી છે.

બીજી વખત માતા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરતા સૌંદર્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, “ભગવાનની કૃપા અને અમારા માતા-પિતાના આશીર્વાદ સાથે વિશગન, વેદ અને હું આજે 11.9.22ના રોજ વેદના નાના ભાઈ ‘વીર રજનીકાંત વનંગમુડી’ સ્વાગત કરતા રોમાંચિત છીએ. #વીર #આશીર્વાદ. અમારા અદ્ભુત ડોકટરોનો આભાર.”

સૌંદર્યાની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સાથે સેલેબ્સ પણ તેને ફરીથી માતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોની અભિનેત્રી શ્રીદેવી વિજય કુમાર એ કમેંટ કરતા લખ્યું છે કે, “અભિનંદન મીટ્ટુ આવી મનમોહક તસવીરો… ભગવાન ભલું કરે”.

સાઉથ અભિનેતા સેલ્વારાઘવનની પત્ની ગીતાંજલી સેલ્વારાઘવને કોમેન્ટમાં લખ્યું કે, “અભિનંદન મિટ્ટુ, વિશગન અને વેદ!!! વીર વિશ્વમાં તમારુંસ્વાગત છે.” એક યુઝરે લખ્યું કે, “અભિનંદન. ભગવાન તમને ખુશ રાખે વીર.” એક અન્યએ લખ્યું કે, “થલાઈવાના ઘરમાં એક અન્ય છોકરો… ખૂબ પ્રેમ અને આશીર્વાદ”.

બે લગ્ન કરી ચુકી છે સૌંદર્યા, પહેલા પતિથી છે એક પુત્ર: સૌંદર્યાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન વર્ષ 2010માં અશ્વિન રામકુમાર સાથે થયા હતા, જોકે સાત વર્ષ પછી બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો. બંનેએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. સૌંદર્યાને તેના પહેલા પતિથી એક પુત્ર છે જેનું નામ વેદ છે. વેદ સૌંદર્યા સાથે રહે છે.

છૂટાછેડા પછી સૌંદર્યાએ બીજા લગ્ન વિશગન વનંગમુડી સાથે કર્યા હતા. બંનેના લગ્ન ધામધૂમથી 11 ફેબ્રુઆરી 2019ના રોજ થયા હતા. જ્યારે હવે લગ્નના સાડા ત્રણ વર્ષ પછી બંને માતા-પિતા બની ગયા છે. સૌંદર્યાએ ફરીથી માતા બનવાની ખુશી સાથે પોતાના નવજાતના નામનો પણ ખુલાસો કર્યો છે.

પોતાના એક ઈન્ટરવ્યુમાં સૌંદર્યાએ વિશગન સાથે સંબંધ પર વાત કહી હતી કે, “અમે ઘણી બધી સમાનતાઓ ધરાવીએ છીએ અને મને લાગે છે કે હું તેને હંમેશા માટે ઓળખું છું. તો ભગવાનની કૃપાથી અમે હંમેશા સાથે રહેવાની આશા રાખીએ છીએ. હા, આ એરેન્જ મેરેજ હતા. મારા પિતાના એક પ્રિય મિત્રએ તેમને વિશગન વિશે જણાવ્યું. તે સમય સુધી હું કમિટમેંટમાં આવવા ઈચ્છતી ન હતી, પરંતુ જ્યારે અમે પહેલી વખત મળ્યા ત્યારે તે એક દૈવી સંયોગ હતો.”