‘ભાભી જી ઘર..’ ની ગૌરી મેમ સૌમ્યા ટંડને શેર કરી તેના રિયલ લાઈફ પતિની તસવીર, ઓનસ્ક્રીન પતિ એ આપ્યું આ રિએક્શન

બોલિવુડ

સૌમ્યા ટંડનને આપણે ‘ભાભીજી ઘર પર હૈં’ સિરિયલને કારણે વધુ જાણીએ છીએ. આ સિરિયલ ટીવી પર ખૂબ જ પ્રખ્યાત છે. તેનું પ્રખ્યાત થવાનું કારણ તેની મજેદાર કોમિક સ્ટાઈલ છે. સૌમ્યા આ શોમાં ‘ગોરી મેમ’ નું પાત્ર નિભાવતી હતી. જોકે હવે તેણે આ શો છોડી દીધો છે. પરંતુ છતાં પણ તેની ફેન ફોલોઇંગમાં કોઇ ઘટાડો આવ્યો નથી. લોકો આજે પણ તેને ખૂબ પસંદ કરે છે.

સૌમ્યા ટંડન મધ્યપ્રદેશની રહેવાસી છે. તેનો જન્મ 3 નવેમ્બર 1984 ના રોજ ભોપાલમાં થયો હતો. તેમ છતાં તેણે પોતાનું સ્કૂલિંગ ઉજ્જૈનથી કર્યું. ખરેખર તેના પિતા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. સૌમ્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તે વર્ષ 2006 માં ફેમિના કવર ગર્લમાં ફર્સ્ટ રનર અપ પણ રહી ચુકી છે. તે જ વર્ષે તેણે તેની એક્ટિંગ કારકિર્દીની પણ શરૂઆત કરી હતી.

સૌમ્યાનો પહેલો ટીવી શો ‘એસા દેશ હૈ મેરા’ હતો. ત્યાર પછી તે ‘મેરી આવાઝ કો મિલ ગયી રોશની’માં જોવા મળી. તેમણે ઘણા ટીવી શો પણ હોસ્ટ કર્યા. તેમાં ‘મલ્લિકા-એ-કિચન’, ‘કોમેડી સર્કસ કે તાનસેન’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા રિયાલિટી ટીવી શો શામેલ છે. જો કે આ બધું કરવા છતાં સૌમ્યાને ઘર ઘરમાં ઓળખ અને ખ્યાતિ ‘ભાભીજી ઘર પર હૈં’માં કામ કરીને જ મળી. તેણે આ શોમાં 2015 માં કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ શોમાં સૌમ્યા ટંડન ‘ગૌરી મા’નું પાત્ર નિભાવતા જોવા મળી હતી. દર્શકો એ તેમને આ રોલમાં ખૂબ પ્રેમ આપ્યો. જોકે થોડા સમય પહેલા તેણે શોને અલવિદા કહ્યું હતું. ટીવી શો ઉપરાંત સૌમ્યા બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી પોસ્ટ્સ શેર કરતી રહે છે.

સૌમ્યા તેની ઘણી તસવીરો શેર કરે છે, પરંતુ તેના ચાહકોની એ ફરિયાદ છે કે તે તેના પતિ સાથે ખૂબ ઓછી તસવીર શેર કરે છે. આવી સ્થિતિમાં, સૌમ્યાએ તાજેતરમાં જ ચાહકોની આ ફરિયાદ પણ દૂર કરી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પતિ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે સલવાર સૂટ પહેર્યો છે જ્યારે તેના પતિએ કોટ પેન્ટ પહેર્યું છે. તસવીરમાં બંને સ્માઈલ આપતા જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરતા સૌમ્યાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું સામાન્ય રીતે ખૂબ જ પર્સનલ તસવીરો શેર નથી કરતી. બીજું કારણ એ પણ છે કે મારા પતિને તસવીરો ક્લિક કરાવવાનું પસંદ નથી. ઘણા લોકો મને એ પૂછે છે કે હું મારા પતિ સાથે તસવીરો શા માટે શેર નથી કરતી. આ તે એક પળ છે જ્યારે તે મારી સાથે તસવીરો ક્લિક કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા.’

સૌમ્યાની આ તસવીર પર ‘ભાભી જી ઘર પર હૈ’ ના ઓનસ્ક્રીન પતિ આસિફ શેખ એટલે કે ‘વિભૂતિ જી’ એ પણ કમેંટ કરી છે. તેણે પોતાની કમેંટમાં લખ્યું, ‘તમે બંને એક સાથે સારા લાગી રહ્યા છો.’ તેણે તેને એક સુંદર ઈમોજીથી સજાવીને મોકલ્યું છે.