કરોળિયાના જાળાથી લઈને કાળી બિલાડી સુધી, આ 10 ઘટનાઓ જણાવે છે કે તમારા પર છે શનિ ની અશુભ છાયા

ધાર્મિક

શનિ ગ્રહના દોષ તમારા જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. જો શનિની અશુભ અસર તમારા ઘર પર આવે તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે એક સવાલ એ પણ આવે છે કે આપણને કેવી રીતે જાણ થશે કે આપણા પર શનિની અશુભ છાયા છે કે નહિં? સામાન્ય રીતે તેના વિશે કુંડળી જોઈને જાણ થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે કુંડળી નથી અથવા તમે આ બાબતોમાં નિષ્ણાત નથી, તો પછી કેટલાક સરળ સંકેતો દ્વારા તમે શનિની અશુભ છાયાનો અંદાજ લગાવી શકો છો.

શની ની અશુભ અસરના સંકેત: પગ સાથે જોડાયેલી કોઈ બીમારી હોવી તમારા પર શનિ ની અશુભ અસરના સંકેત છે. જો તમે તમારી ક્ષમતા કરતા વધુ સખત મહેનત કરો છો, પરંતુ છતાં પણ તમને ઇચ્છિત ફળ મળતું નથી, તો તે શનિની ખરાબ અસરના સંકેત છે.

સતત પૈસાનું નુક્સાન થવું પણ શનિની અશુભ છાયાના સંકેત છે. જો ઘરમાં કાળા રંગના પાલતૂ પ્રાણી જેમ કે કાળો કૂતરો અથવા ભેંસ વગેરેનું મૃત્યુ થઈ જાય તો પણ તે શનિની અશુભ અસર તરફ ઈશારો કરે છે. જો તમે કોઈ ખોટા આરોપને કારણે કોર્ટ-કચેરીની ચક્કર લગાવી રહ્યા છો, તો તે પણ શનિના ક્રોધનું પરિણામ હોઈ શકે છે. નોકરી કરતા લોકોને શનિની અશુભ અસરને કારણે ઓફિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જો કોઈ કળી બિલાડી અવારનવાર તમારા ઘરની આસપાસ રહે છે, તો તે શનિની અશુભ છાયાના સંકેત હોઈ શકે છે. તમારી કોઈ પણ મોંઘી ચીજ ખોવાઈ જવી અથવા ચોરી કરવી એ પણ શનિની અશુભ અસરના સંકેત છે. ઘરના ખૂણામાં વારંવાર કરોળિયાના જાળા બનવા અથવા ઘરમાં વધારે કીડીઓનું આવવું પણ શનિદેવની અશુભ અસરના સંકેત છે. જો ઘરની દીવાલ પર વારંવાર પીપળાના છોડ ઉગી રહ્યા છે તો તે પણ શનીની ખરાબ દ્રષ્ટીના સંકેત છે.

શનિના ક્રોધથી બચવા માટે ઉપાય: જો તમે શનિદેવના ક્રોધથી બચવા ઈચ્છો છો, તો આજથી રોજ હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરો. તલ, ઉડદ, ભેંસ, લોખંડ, તેલ, કાળા કપડાં, કાળી ગાય અને પગરખાં જેવી ચીજોનું દાન કરો. આ ચીજો ભીખારી, નબળા અથવા દુબળા લોકો, સેવકો અને સફાઈ કામદારોને દાન કરી શકાય છે. કાળી ચીજો જેવી કે કાલા ચણા, કાળા તલ, અડદની દાળ, કાળા કપડા વગેરે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિવારે એક બાઉલમાં તલનું તેલ લો અને તેની અંદર પોતાનો ચહેરો જુઓ. ત્યાર પછી આ તેલ શનિ મંદિરમાં ચળાવી દો. અહીં શનિદેવને તલનું તેલ પણ ચળાવો. કોઈ પણ સ્વાર્થ વગર ગરીબની સેવા કરો.

કેસર, ચંદન, ચોખા, ફૂલોવાળું જળ પીપળાના મૂળમાં અર્પણ કરો. શનિવારે તલના તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવની પૂજા કરો. તેલમાં બનેલા સ્વાદિષ્ટ ભોજન ગાય, કુતરા અને ભિખારીને ખવડાવો. શનિની અશુભ અસર તમારા પર છે તો માંસ અને દારૂથી દૂર રહો. દર શનિવારે શનિદેવ સામે બેસીને ‘ૐ શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રના જાપ કરો.