બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. સતીશ કૌશિક પોતાની કોમેડીથી લોકોને હસવા માટે મજબૂર કરી દેતા હતા પરંતુ હવે તેઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. અચાનક જ અભિનેતાના અવસાનના સમાચાર સામે આવ્યા પછીથી બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. આ સાથે જ દેશ અને દુનિયાભરમાં તેમના ચાહકો પણ શોકમાં છે.
સતીશ કૌશિકે ઘણી હિન્દી ફિલ્મોમાં માત્ર પોતાની એક્ટિંગથી જ દર્શકોના દિલ નથી જીત્યા પરંતુ પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં એક અલગ ઓળખ પણ બનાવી છે. વર્ષ 1983માં ફિલ્મ મૌસમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સતીશ કૌશિકને ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં કેલેન્ડરના પાત્રથી ખાસ ઓળખ મળી હતી. સાથે જ જો આપણે સતીશ કૌશિકના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમની પત્ની શશી કૌશિક અને પુત્રી વંશિકા શામેલ છે, જેમના માટે સતીશ કૌશિક કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
સપનું પૂરું કરવા માટે પહોંચ્યા મુંબઈ: તમને જણાવી દઈએ કે સતીશ કૌશિકે પોતાનો અભ્યાસ દિલ્હીથી પૂર્ણ કર્યો હતો, ત્યાર પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં એડમિશન પણ લીધું હતું અને તેમણે એક્ટિંગની બારીકાઈઓ શીખી હતી અને ત્યાર પછી માયાનગરી મુંબઈનો રસ્તો પકડ્યો હતો. વર્ષ 2020માં સતીશ કૌશિકે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે 1979માં તેઓ માત્ર એક બેગ અને બ્રીફકેસ લઈને મુંબઈ આવ્યા હતા.
સતીશ કૌશિકને શરૂઆતથી જ થિયેટર પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ કારણોસર, તે અભિનેતા બનવા માટે મુંબઈ આવી ગયા. ભાગ્યે જ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોમાં કામ કરતા પહેલા સતીશ કૌશિક એક ટેક્સટાઈલ મિલમાં માત્ર 400 રૂપિયા પ્રતિ મહિનાના પગાર પર કામ કરતા હતા. સતીશ કૌશિક તેમના જીવનમાં કંઈક મોટું કરવા ઈચ્છતા હતા અને તેમના સપના પણ ખૂબ મોટા હતા. આ જ કારણસર તે સપનાની નગરી મુંબઈ પહોંચી ગયા, પોતાના તે સપના પૂરા કરવા માટે.
સતીશ કૌશિકને તેમની શ્રેષ્ઠ એક્ટિંગના આધારે મિસ્ટર ઈન્ડિયા ફિલ્મથી બોલિવૂડમાં એક અલગ ઓળખ મળી. સતીશ કૌશિક બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું વ્યક્તિત્વ છે, જેમણે દરેક ક્ષેત્રમાં કમાલ કર્યો હતો. સતીશ કૌશિકે અભિનેતા, ડિરેક્ટર, રાઈટર અને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું હતું. વર્ષો સુધી કરોડો ભારતીયોના દિલ જીતનાર આ અભિનેતાએ પોતાના માટે કરોડો રૂપિયાની કમાણી કરી.
સતીશ કૌશિકની સંપત્તિ: સતીશ કૌશિકે બોલિવૂડમાં લાંબી ઇનિંગ રમી હતી પરંતુ હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થઈ ગયું. સુપરસ્ટાર બાયોના રિપોર્ટ મુજબ, સતીશ કૌશિકની કુલ સંપત્તિ અંદાજે 15 મિલિયન ડોલર આંકવામાં આવી છે, એટલે કે તેઓ તેમની પત્ની અને પુત્રી માટે લગભગ 120 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. સતીશ કૌશિક લોકોને હસાવતા-હસાવતા પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા છે.
મૂળ રીતે પંજાબના રહેવાસી સતીશ કૌશિકે ચંદીગઢના સારંગપુર ગામમાં લગભગ 30 એકરનું ફાર્મ હાઉસ પણ ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં હોવાનું જણાવવામાં આવે છે.
આટલું જ નહીં પરંતુ મુંબઈના વર્સોવામાં પણ સતીશ કૌશિકે એક લક્ઝરી બંગલો બનાવ્યો છે. મમતા કુલકર્ણી અને અરશદ વારસી જેવા કલાકારો તેમના નજીકના પડોશીઓ છે. વર્ષ 2014માં અંધેરી માં આવેલા આ બંગલામાં લગભગ 1.20 કરોડ રૂપિયાની ચોરીના સમાચાર સામે આવ્યા હતા. સાથે જ સતીશ કૌશિક પાસે કારનું પણ ખાસ કલેક્શન હતું. રિપોર્ટ મુજબ, તેમના કલેક્શનમાં ઓડી Q7, ઓડી 2/3 તેમજ MG હેક્ટર સહિત અન્ય લક્ઝુરિયસ કાર છે.