કંઈક આવી દેખાતી હતી માત્ર 1 વર્ષની સારા, પાપા સૈફ સાથે મસ્તી કરતા મળી જોવા, જુવો તેનો આ થ્રોબેક વીડિયો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના નવાબ કહેવાતા પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાની પત્ની કરીના કપૂર ખાન સાથે જોવા મળે છે તો ક્યારેક તે પોતાની પુત્રી સારા અલી ખાન સાથે જોવા મળે છે. સાથે જ સારા અલી ખાન પણ પોતાની ચુલબુલી સ્ટાઈલ માટે પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે, અવારનવાર તેની મસ્તી ભરેલી તસવીર પણ જોવા મળે છે.

આ દરમિયાન સારા અલી ખાનનો આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ વીડિયોમાં સારા અલી ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને આ વીડિયો સારાના બાળપણનો છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ચાલો જોઈએ સારા અલી ખાનનો આ જૂનો વીડિયો.

પાપા સાથે ફિલ્મ સેટ પર પહોંચી હતી નાની સારા: જણાવી દઈએ કે પોતાની કારકિર્દીની શરૂઆત દરમિયાન સૈફ અલી ખાને તે સમયની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમના ઘરે સારા અલી ખાનનો જન્મ થયો હતો. સારા બાળપણથી જ ફિલ્મના સેટ પર જવા લાગી હતી અને તે અવારનવાર પોતાના પિતા સૈફ સાથે જોવા મળતી હતી.

આ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેમાં તે પોતાના પિતા સાથે મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. એક રિપોર્ટનું માનીએ તો સારા અલી ખાનનો આ વીડિયો વર્ષ 1997નો છે જ્યારે તે માત્ર 1 વર્ષની હતી. સાથે જ તેની માતા અમૃતા સિંહ પણ અવારનવાર ફિલ્મના સેટ પર જોવા મળતી હતી.

સોશિયલ મીડિયા પર વારલ થયો સારાના બાળપણનો વીડિયો: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળપણમાં સારા મસ્તી ભરેલી પ્રવૃત્તિઓ કરતી હતી. જોકે તે આજે પણ બિલકુલ બદલાઈ નથી. આ વીડિયોમાં સારા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ તેના પિતા સૈફ અલી ખાન તેને કંઈક પીવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સારાનું ધ્યાન બીજે છે.

આ ઉપરાંત વીડિયોમાં સારાની પાસે બેઠેલો એક વ્યક્તિ પણ તેની સાથે વાત કરતો જોવા મળે છે. સાથે જ સારા વ્યક્તિના હાથમાં રહેલું પુસ્તક જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સારાએ ઓરેંજ કલરનું ફ્રોક પહેર્યું છે. જેવો ચાહકોને સારાનો આ બાળપણનો વીડિયો જોવા મળ્યો તો ચાહકો એ તેની ખૂબ પ્રસંશા કરી.

સારાના વીડિયો પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ: એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું કે, “સૈફના બધા બાળકો ખૂબ જ ક્યૂટ છે.” એકે લખ્યું, “બેબી સારા સૈફની બહેન સોહા અલી ખાન જેવી લાગે છે.” એક વ્યક્તિએ લખ્યું કે, “યંગ સૈફ બિલકુલ ડિઝની વર્લ્ડમાંથી આવ્યા હોય તેવું લાગે છે.” અન્ય એક યુઝરે લખ્યું, “ડૉલ અને સૈફ ખૂબ સુંદર હતા.”

નોંધપાત્ર છે કે સારા અલી ખાન પછી સૈફ અલી ખાનના ઘરે પુત્ર ઈબ્રાહિમ ખાનનો જન્મ થયો હતો. પરંતુ આ દરમિયાન તેણે અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા અને પછી સૈફ અલી ખાને પોતાનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન 2012માં થયા હતા. ત્યાર પછી તેમના ઘરે પુત્ર તૈમુરનો જન્મ થયો અને ત્યાર પછી તેમના ઘરે નાના જહાંગીર ખાનનો જન્મ થયો.