મિત્રો સાથે મસ્તી, જબરદસ્ત ડાંસ, પહેલા નહિં જોઈ હોય સચિનની પુત્રી સારાની આવી સ્ટાઈલ, જુવો તેની આ તસવીરો અને વીડિયો

રમત-જગત

‘ક્રિકેટના ભગવાન’, ‘માસ્ટર-બ્લાસ્ટર, ભારત રત્ન સચિન તેંડુલકરે ક્રિકેટની દુનિયા પર લગભગ અઢી દાયકા સુધી ક્રિકેટ જગત પર રાજ કર્યું. વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં સચિન રમેશ તેંડુલકરનું નામ સૌથી ઉપર છે. સચિન જેવું કોઈ ન હતું, કોઈ નથી અને કોઈ હશે પણ નહીં. તેથી જ તેને ‘ક્રિકેટના ભગવાન’ કહેવામાં આવે છે.

‘ક્રિકેટના ભગવાન’ આ નામ સચિન વિશે ઘણું બધું જણાવે છે. મેદાન પર સચિને હંમેશા લોકોના દિલ જીત્યા અને મેદાનની બહાર પણ તે ચાહકોના દિલ પર રાજ કરે છે. ભલે સચિન વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યા હોય, પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે.

સચિન હવે મેદાન પર ભારતીય ટીમની જર્સીમાં જોવા મળતા નથી, જોકે હવે ચાહકોને તેનો પુત્ર અર્જુન તેંડુલકર ટૂંક સમયમાં જ ભારતની જર્સી પહેરીને મેદાનમાં ભારત માટે રમતા જોવા મળી શકે છે. તાજેતરમાં જ સચિનના પુત્ર અર્જુને રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી.

સચિને પણ 34 વર્ષ પહેલા પોતાના રણજી ડેબ્યૂમાં સદી ફટકારી હતી. અર્જુન તેંડુલકર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. જો કે, તમને જણાવી દઈએ કે સચિનની લાડલી સારા તેંડુલકર પણ હેડલાઈન્સમાં રહેવાની કોઈ તક છોડતી નથી. સચિનની લાડલી સારા પણ ખૂબ ચર્ચામાં રહે છે.

સચિનની પુત્રી સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સચિનની પુત્રી સારાને ટ્રાવેલિંગ અને પાર્ટી કરવાનો ખૂબ શોખ છે. તાજેતરમાં જ તેણે પોતાના એક ખાસ મિત્ર સાથે પાર્ટી કરી હતી અને બંને આ દરમિયાન ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સારાનો ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સારા આ દિવસોમાં તેના મિત્રો સાથે વિદેશમાં રજાઓ એંજોય કરી રહી છે. સારાની ફ્રેન્ડ આલિયા ઇલિયાસીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને મસ્તીથી ભરેલી પળોને જીવતા જોવા મળી રહી છે. વીડિયોમાં બંને ડાન્સ પણ કરી રહી છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સારાની ફ્રેન્ડ આલિયા ઇલિયાસી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટા પર તેને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયો પર યુઝર્સની કમેન્ટ્સ પણ આવી રહી છે. સાથે જ સારાએ પોતે પણ તેના પર કમેન્ટ કરી છે. સારાએ કમેન્ટમાં લખ્યું છે કે, “તમે જાણો છો કે મિત્રતા વાસ્તવિક હોય છે જ્યારે મારું રાક્ષસી હાસ્ય બહાર આવે છે”.

 

View this post on Instagram

 

A post shared by Aaliya Ilyasi (@aaliyailyaslay)

સાથે જ એક યુઝરે બંનેની પ્રશંસા કરતા લખ્યું કે, “બે સુંદર છોકરીઓ. આલિયા મને આશા છે કે તમે હંમેશા આવી જ રીતે હસતા રહેશો.” સાથે જ આલિયાને એક યુઝરે એક ફની સવાલ પૂછ્યો હતો. યુઝરે લખ્યું, “ખરેખર સચિન તેંડુલકરની પુત્રી તમારી મિત્ર છે?”. એક યુઝરે લખ્યું, “પ્રેમ. તું કેટલી ખુશ છે બેબી.” સાથે જ એક અન્ય યુઝરે લખ્યું કે, “બની શકે છે કે તે સ્માઈલ તમારા ચેહરા પરથી ક્યારેય ન હટે.”