સારા તેંડિલકર ટૂંક સમયમાં આ ફિલ્મથી કરશે બોલીવુડ ડેબ્યૂ, સચિનની પુત્રી પહેલાથી કરી રહી છે મોડલિંગ

બોલિવુડ

છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરના બોલિવૂડમાં ડેબ્યૂની અટકળો ચાલી રહી છે. ચાહકો છેલ્લા ઘણા વર્ષોથી સારાના એક્ટિંગ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. હવે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સારાને પણ ફિલ્મોમાં ખૂબ જ રસ છે અને તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.

‘બોલિવૂડ લાઈફ’ના એક રિપોર્ટનું માનીએ તો સારાની નજીકના એક સૂત્રએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં તેનું બોલીવુડમાં ડેબ્યૂ થઈ શકે છે. સૂત્ર એ જણાવ્યું, “સારાને એક્ટિંગમાં ખૂબ રસ છે અને તેણે એક્ટિંગ પણ શીખી છે કારણ કે તે કેટલીક બ્રાંડ્સનું એંડોર્સમેંટ કરી રહી છે. સારાએ લંડન યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. પરંતુ 24 વર્ષની સારા પોતાની કારકિર્દી ગ્લેમર વર્લ્ડમાં બનાવવા ઈચ્છે છે.

સૂત્રએ આગળ જણાવ્યું કે, ‘સારા વધુ હેડલાઈન્સમાં નથી રહેતી તેથી તેની એક્ટિંગ સ્કિલ લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તે ખૂબ જ ટેલેંટેડ છે અને સારાના માતા-પિતા તેના નિર્ણયમાં ખૂબ સપોર્ટિવ છે. સારા પ્રોફેશનલ મોડલ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

નોંધપાત્ર છે કે થોડા વર્ષો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સારા તેંડુલકર ટૂંક સમયમાં જ શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. જો કે ત્યાર પછી સચિન તેંડુલકરે આ સમાચારોને ફગાવી દીધા હતા. ત્યારે સચિને કહ્યું હતું કે, ‘સારા અત્યારે તેના અભ્યાસને એંજોય કરી રહી છે.’ તો શું સારાએ હવે તેનો વિચાર બદલ્યો છે? હવે તે તો સમયની સાથે જ ખબર પડશે કે સારા એક્ટિંગમાં પગ મુકશે કે નહિં.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર લોકપ્રિયતાની બાબતમાં પોતાના પિતાથી ઓછી નથી. પોતાની સુંદરતાના કારણે તે હંમેશા લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. ચાહકોની બાબતમાં પણ સારા ખૂબ આગળ છે, માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેને 1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.