ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરે ભલે વર્ષો પહેલા ક્રિકેટની દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, જોકે તેની લોકપ્રિયતામાં આજે પણ ઘટાડો થયો નથી. સચિન તેંડુલકર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, સાથે જ તેમની પુત્રી સારા તેંડુલકર પણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.
સચિન તેંડુલકરની પુત્રી સારા એક લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર સારાએ સારી ફેન ફોલોઈંગ બનાવી રાખી છે. સારા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે અને ચાહકો તેના પર ખૂબ કમેન્ટ પણ કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સારાએ તસવીરો શેર કરવાની સાથે જ એક મોટો ખુલાસો પણ કર્યો છે.
જણાવી દઈએ કે અવારનવાર આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર થતી રહે છે કે સારા તેંડુલકર કોના પ્રેમમાં કેદ છે. એટલે કે તેના અંગત જીવન વિશે ઘણીવખત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જોકે તેમના તરફથી ક્યારેય કંઈ કહેવામાં ન આવ્યું, અને ન તો ચાહકો કોઈ નક્કર પુરાવા એકઠા કરી શક્યા. પરંતુ હવે સારાએ પોતે સોશિયલ મીડિયા પર એ ખુલાસો કર્યો છે કે તે રિયલ લાઈફમાં કોને સૌથી વધુ પ્રેમ કરે છે.
ઇન્સ્ટાગ્રામ પર સારા ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તાજેતરમાં જ તેમણે પોતાના એક સૌથી નજીકના વ્યક્તિ વિશે ખુલાસો કર્યો હતો કે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે અન્ય કોઈ નહીં પરંતુ સચિનની પત્ની અને સારાની માતા અંજલિ તેંડુલકર છે. ખરેખર, અંજલિ તાજેતરમાં 54 વર્ષની થઈ છે અને પુત્રી સારાએ માતાના જન્મદિવસ પર તેને શુભેચ્છા પાઠવી હતી.
સારા તેંડુલકરે પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ત્રણ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે તે સારાના બાળપણની છે. તેમાં નાની સારા તેની માતાના ખોળામાં બેઠેલી છે અને માતા અને પુત્રી બંનેના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે.
બીજી તસવીરમાં સારા અને અંજલિ સ્માઈલ આપતા પોઝ આપી રહ્યાં છે. ખાસ વાત એ છે કે તસવીરમાં બંને એક સરખા જ દેખાઈ રહ્યા છે. છેલ્લી તસવીરમાં સારા માતા અંજલિના ખોળામાં સૂતેલી જોવા મળી રહી છે. સાથે જ તસવીરમાં સચિન પણ જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું કે, ‘ઘર તે છે જ્યાં તે છે. મારી માતાને જન્મદિવસની શુભેચ્છા. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું.’
સારા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો અંજલિ તેંડુલકરને કમેન્ટ કરીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 3 લાખ 43 હજારથી વધુ લાઈક મળી ચુકી સામાન્ય લોકોની સાથે સાથે સારાની પોસ્ટ પર ઘણા લોકપ્રિય ચહેરાઓએ પણ કમેન્ટ કરી છે.
ક્રિકેટર શુબમન ગિલ સાથે જોડાતું રહે છે સારાનું નામ: જણાવી દઈએ કે ઘણી વખત સારાનું નામ ભારતીય ક્રિકેટ ટીમ અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડરના ઓપનર શુબમન ગિલ સાથે જોડાતું રહે છે. જોકે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ વિશે વાત નથી કરી.
ઈન્સ્ટાગ્રામ પર સારાની છે ખૂબ મોટી ફેન ફોલોઈંગ: જણાવી દઈએ કે સચિનની લાડલી સારાનું સપનું ફિલ્મ અભિનેત્રી બનવાનું છે. એક સ્ટારકિડ હોવાને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેને ઈન્સ્ટા પર 15 લાખથી વધુ લોકો ફોલો કરે છે.