સારા એ કહ્યું લગ્ન કરીશ તો માત્ર આ એક વ્યકતિ સાથે, છે ખૂબ જ હેંડસમ અને ચાર્મિંગ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ખૂબ જ ઓછા સમયમાં સફળતાના શિખર સુધી પહોંચી ચુકી છે. આજે તે સૌથી વધુ ડિમાંડેડ અભિનેત્રી છે. સારાએ આ જગ્યા ખૂબ જ મહેનતથી મેળવી છે. સારા અલીએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તે દરેક કામને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે સારા ફિલ્મોની સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સારા અલી ખાન પોતાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. તેની આ તસવીરોને તેના ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક વાર સારાએ કંઈક એવું કહ્યું હતું જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એકવાર સારા અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આવી હતી. જેમ કે તમે દરેક જાણો છો કે કોફી વિથ કરણ શો માં કરણ જોહર દરેકને રમુજી સવાલ પૂછે છે. જેનો જવાબ અભિનેતા અથવા અભિનેત્રી થોડો અટપટો આપે. જેથી તે આ સવાલમાં ફસાઈ જાય અને ઘણા દિવસો સુધી ચર્ચામાં રહે. આ વખતે પણ કંઈક આવું જ થયું. આ વખતે આ શોમાં સારા અલી ખાનને જ્યારે કરણ જોહરે પૂછ્યું કે તમે કોની સાથે લગ્ન કરવા ઈચ્છો છો તો તેણે કહ્યું કે હું રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છું છું અને કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છું છું.

પરંતુ શું તમે જાણો છો કે રણબીર કપૂર સારા અલી ખાનના રિલેશનમાં મામા છે. રણબીર સારાની સાવકી માતા એટલે કે કરીના કપૂરના ભાઈ છે. જો આ સંબંધથી જોવામાં આવે તો રણબીર કપૂર સારા અલી ખાનના મામા છે. પરંતુ સારા અલી ખાને આ વાત ડર્યા વગર અને ખચકાટ વગર દરેકની સામે કહી. આ બધા વચ્ચે નોંધપાત્ર વાત એ છે કે તેના પિતા સૈફ અલી ખાન પણ ત્યાં સામે જ બેઠા હતા. સારાના જવાબ પછી કરણ એ સૈફ અલીને પૂછ્યું કે, આ વિશે તમારું શું માનવું છે?

સૈફ અલી ખાને કહ્યું કે સારાને જે પણ પસંદ આવશે હું તેને માત્ર 2-3 સવાલ કરીશ. જેમ કે તેમના પોલોટિકલ વ્યૂઝ કેવા છે અને ડ્રગ્સ સંબંધિત કેટલાક વધુ સવાલ પણ પૂછીશ.

સૈફે સાથે જ કહ્યું કે, મારી પુત્રીને જે પસંદ હશે તે મને પણ પસંદ હશે. ત્યાર પછી જ્યારે કરણે સારાને પૂછ્યું કે શું તમે રણબીરને ડેટ કરવા ઈચ્છો છો તો તેણે ના પાડી દીધી, તેણે કહ્યું કે હું માત્ર રણબીર સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું ડેટ કાર્તિક આર્યનને કરવા ઈચ્છું છું.

અભિનેત્રી સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે સાઉથ સ્ટાર્સ ધનુષ અને અક્ષય કુમારની સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળી હતી. ત્યાર પછી તે ફિલ્મ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં અભિનેતા વિકી કૌશલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશમાં છે. તેની સાથે વિકી કૌશલ પણ છે.