નિધનના દોઢ વર્ષ પછી આ કારણે આવી સારાને સુશાંતની યાદ, કહ્યું- ‘મને મારો……’

બોલિવુડ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ચાહકોને આજે પણ યાદ આવે છે. સુશાંતના નિધનને લગભગ દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે જોકે તે ચાહકોના દિલમં હંમેશ જીવિત રહેશે. ચાહકોની સાથે જ ઈન્ડસ્ટ્રી પણ તેને મિસ કરે છે. સુશાંતના બોલિવૂડમાં ઘણા ખાસ મિત્રો હતા. અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ તેનો ગાઢ સંબંધ હતો.

જણાવી દઈએ કે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતે સાથે કામ પણ કર્યું હતું. સારાએ હિન્દી સિનેમામાં સુશાંતની ફિલ્મ દ્વારા જ પગ મૂક્યો હતો. સારાએ વર્ષ 2018માં હિટ ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો હીરો સુશાંત હતો. બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.

વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’એ તેના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગ પર સારા અલી ખાને સુશાંતને યાદ કર્યો છે. સારાએ સોશિયલ મીડિયા દ્વારા સુશાંતને યાદ કરતા એક પોસ્ટ લખી છે. જણાવી દઈએ કે ‘કેદારનાથ’ 7 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી હતી.

સુશાંતે ફિલ્મમાં મન્સૂર નામના છોકરાની ભૂમિકા નિભાવી હતી જ્યારે સારાએ મુક્કુ નામની છોકરીની ભૂમિકા નિભાવી હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ કરતા સારા એ કહ્યું છે કે તેને પોતાના મંસૂરની યાદ આવી રહી છે. સાથે જ તેમણે પોસ્ટમાં મેકર્સ અને ડિરેક્ટરનો પણ આભાર માન્યો છે.

વીડિયો પોસ્ટ કરતા અભિનેત્રીએ સાથે લખ્યું છે કે, 3 વર્ષ પહેલા મારું સૌથી મોટું સપનું સાકાર થયું. હું એક અભિનેત્રી બની ગઈ અને મારી પહેલી અને સૌથી ખાસ ફિલ્મ રિલીઝ થઈ. મને ખબર નથી કે હું ક્યારેય સમજાવી શકીશ કે કેદારનાથ મારા માટે કેટલું મહત્વ ધરાવે છે – તે જગ્યા, તે ફિલ્મ, યાદો, બધું. પરંતુ આજે હું ખરેખર મારા મન્સૂરને મિસ કરી રહી છું.

સારાએ આગળ લખ્યું છે કે, ‘સુશાંતના અતૂટ સમર્થન, નિઃસ્વાર્થ મદદ, સતત માર્ગદર્શન અને દયાળુ સલાહને કારણે જ મુક્કુ તમારા દિલ સુધી પહોંચવામાં સક્ષમ હતી. કેદારનાથથી એન્ડ્રોમેડા સુધી. તમને હંમેશા યાદ કરીશ સુશાંત. મારા પર વિશ્વાસ કરવા માટે રોની સ્ક્રુવાલા, અભિષેક કપૂરનો આભાર.’

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

અભિષેક કપૂરે પણ શેર કરી પોસ્ટ: ‘કેદારનાથ’ ના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર ડિરેક્ટર અભિષેક કપૂરે પણ એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ કરી છે. તેમણે એક તસ્વીર પણ શેર કરી છે જેમાં તે સુશાંત સાથે જોવા મળી રહ્યા છે અને તેમણે લખ્યું છે કે, ‘આ ગાથાને દિવસના પ્રકાશમાં બતાવવા માટે જે જુસ્સો અને સંપૂર્ણ નિષ્ઠા લાગી તે વિશે વિચારવા માટે તે અત્યારે પણ મારા વાળને ઉઠાવે છે. સૌથી પહેલા આ પ્રયત્નને બહાદૂરી આપવા માટે સંપૂર્ણ કાસ્ટ અને ક્રૂ નો ખૂબ આભારી છું.’

આગળ અભિષેકે લખ્યું કે, ‘કૃતજ્ઞતા અને પ્રેમ વચ્ચે, હું મદદ નથી કરી શકતો, પરંતુ આ અસાધારણ આત્માના ગંભીર નુક્સાનની યાદ અપાવું છું, જે વારસામાં બની છે આ ફિલ્મ. હું અત્યારે પણ મન્સૂરને પવિત્ર પહાડોમાં અનુભવી શકું છું, જે આ દુનિયામાં નિર્દોષતા અને સૌંદર્યને પ્રતિબિંબિત કરતી પોતાની વિશિષ્ટ સ્માઈલ સાથે મને પરત જોઈ રહ્યું છે.’

સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મનું નામ ‘અતરંગી રે’ છે. આ ફિલ્મમાં તે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.