નો મેકઅપ લુકમાં જોવા મળી સચિન તેંડુલકરની પુત્રી સારા, સાદગીએ જીત્યું ચાહકોનું દિલ, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. સારાની ફેન ફોલોઈંગ પણ અભિનેત્રીની જેમ જ જબરદસ્ત છે અને લાખો લોકો તેની એક ઝલક જોવા માટે આતુર છે. હવે આ દરમિયાન સારા તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મેકઅપ વગર જોવા મળી રહી છે. આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સારાની સુંદરતા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ચાલો જોઈએ સારાનો લેટેસ્ટ વિડિયો.

સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હતી સારા: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સારા તેંડુલકર મુંબઈના એક સલૂન પર પહોંચી હતી ત્યારે તેને પૈપરાઝીએ સ્પોટ કરી હતી. જણાવી દઈએ કે આ દરમિયાન સારા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સિમ્પલ સ્ટાઈલએ દરેકનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન સારા બ્લુ ટી-શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરેલી જોવા મળી હતી. સારા સલૂનમાંથી બહાર આવી કે તરત જ પૈપરાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધી અને તે હસતી હસતી કારમાં બેસી ગઈ.

આ દરમિયાન સારાની સ્ટાઈલ જોવા જેવી હતી. તેનો સિમ્પલ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, સાથી જ ચાહકો પણ સારાની સુંદરતાની પ્રસંશા કરી રહ્યા છે. નોંધપાત્ર છે કે સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. આ પહેલા તે મરાઠી લુકમાં જોવા મળી હતી જેમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, સારા તેંડુલકરનો જન્મ 1997માં થયો હતો. તેનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ અર્જુન તેંડુલકર છે.

શુભમન ગિલને ડેટ કરી રહી છે સારા? સારાની પર્સનલ લાઈફની વાત કરીએ તો આ દિવસોમાં તેનું નામ પ્રખ્યાત ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, સારા અને શુભમન ગિલનું અફેર ત્યારે શરૂ થયું જ્યારે શુભમને વર્ષ 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન એક કાર ખરીદી હતી, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ દરમિયાન સારા તેંડુલકરે તેને ‘બધાઈ હો’ કોમેન્ટ લખી અને હાર્ટ ઈમોજી પણ શેર કર્યું. આવી સ્થિતિમાં શુભમને પણ હાર્ટ ઇમોજી શેર કરીને સારાનો આભાર માન્યો. પરંતુ આ દરમિયાન હાર્દિક પાંડ્યા એ બંનેની મજા લેતા ‘તુમ્હારા સ્વાગત હૈ શુભમન ગિલ આ સારા તરફથી.’

ત્યાર પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે સારા અને શુભમન વચ્ચે કંઈક ખીચડી પાકી રહી છે. જોકે આ બાબતમાં ન તો શુભમન એ કોઈ રિએક્શન આપ્યું કે ન તો ક્યારેય સારા તેંડુલકર એ કોઈ રિએક્શન આપ્યું.