મેકઅપ વગર જોવા મળી સચિનની પુત્રી સારા તેંડુલકર, તેની સાદગી એ જીત્યું ચાહકોનું દિલ, જુવો તેની આ તસવીરો

રમત-જગત

ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરનો પરિવાર અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. તેની પુત્રી સારા તેંડુલકર અવારનવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે સુંદરતા અને ગ્લેમરની બાબતમાં તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. હવે તાજેતરમાં જ સારા મુંબઈની ગલીઓમાં જોવા મળી હતી જ્યાં તે ખૂબ જ સરળ અને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ચાહકોને પણ તેની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે અને કમેન્ટ કરીને તેની પ્રસંશા કરી રહ્યા છે. તો ચાલો જોઈએ સારા તેંડુલકરનો લેટેસ્ટ વીડિયો.

ટીમ સાથે જોવા મળી સારા તેંડુલકર: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સારા તેંડુલકર વ્હાઈટ કલરનું સૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તે નો મેકઅપ લુકમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ પોતાના વાળ ખૂબ જ સરળ રીતે પોનીટેલ કર્યા હતા. આ દરમિયાન સારા તેંડુલકર પોતાની ટીમ સાથે જોવા મળી હતી. સારા તેંડુલકરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સ તેની પ્રસંશા કરવા લાગ્યા.

અભિનેત્રીની જેમ પ્રખ્યાત છે સારા તેંડુલકર: જણાવી દઈએ કે, સારા તેંડુલકરની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે અને તે અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. સારા ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં જોવા મળે છે તો ક્યારેક તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ સારા તેંડુલકર તેના મિત્રના લગ્નમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે તે ઈઝરાયેલ પહોંચી હતી જ્યાંથી તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. જણાવી દઈએ કે સારાની આ તસવીરો જોયા પછી યુઝર્સે તેની ખૂબ પ્રસંશા કરી હતી.

જણાવી દઈએ કે, ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે તે અભિનેત્રી બનવા ઈચ્છે છે. જો કે હજુ સુધી તેના પર સારા કે તેના પિતા સચિન તેંડુલકરનું નિવેદન સામે આવ્યું નથી.

શુભમન ગિલને ડેટ કરી રહી છે સારા: સારાના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તેનું નામ પ્રખ્યાત ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચુકી છે, પરંતુ હજુ સુધી બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. જો કે, જે રીતે તેમની તસવીરો વાયરલ થઈ રહી છે તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. જણાવી દઈએ કે સારાની સાથે-સાથે શુભમનનું નામ લોકપ્રિય અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.