માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે સારા અલી ખાન, જુવો તેની હોટ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે. જ્યાંથી તે સતત તેના વીડિયો અને તસવીરો શેર કરીને તેના ચાહકોના દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન અભિનેત્રીએ પોતાનો એક સુંદર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. નોંધપાત્ર છે કે આ વીડિયો શેર કરતી વખતે સારાએ રૂમી કવિતાની એક લાઇન સાથે પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે. તે લખે છે કે, “તમે સમુદ્રનું એક ટીપું નથી. તમે એક ટીપામાં આખો સમુદ્ર છો – રૂમી.”

બીજી બાજુ હવે સારા દ્વારા શેર કરેલા વિડીયોની વાત કરીએ તો વીડિયોમાં તમે જોઈ શકો છો કે સારા સમુદ્ર કિનારે ઉભી રહીને ડૂબતા સૂરજને જોઈ રહી છે. આ દરમિયાન તે ખુલ્લા વાળમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. બ્લૂ-વ્હાઈટ બિકીની અને સેમ કલરનું શ્રગ પહેરીને મસ્ત-મસ્ત હવાઓને તે ફીલ કરતા જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે સારાનો આ વીડિયો તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકોને તેમનો આ વીડિયો પસંદ આવ્યો નથી. જણાવી દઈએ કે કેટલાક લોકો આ વીડિયો પછી સારાને સલાહ આપતા કમેંટ કરી રહ્યા છે. એક યુઝરે સારાને ટ્રોલ કરતા લખ્યું કે, “જે સ્ત્રીમાં પ્રેમ નથી તે સુંદર પણ ન હોઈ શકે.”

સાથે જ એક અન્ય યુઝરે સારાના કેપ્શનની સરખામણી તેની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથના એક ડાયલોગ સાથે કનેક્ટ કરીને કમેંટ કરી છે. યુઝરે લખ્યું કે તમારા કેપ્શને મને તમારી ફિલ્મ કેદારનાથના ડાયલોગ ‘મૈં તો પુરા આસમા પીતી જાતી હૂં’ યાદ અપાવી દીધી છે. આટલું જ નહીં અમે તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સારા વેકેશનને માલદીવમાં એન્જોય કરી રહી છે અને ત્યાંથી સતત ઘણી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સારા અલી ખાને આ વીડિયો પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. જે ખૂબ ધૂમ મચાવી રહી છે.

ભૂતકાળની વાત છે. જ્યારે સારા અલી ખાને યલો કલરની બિકીનીમાં ખૂબ જ હોટ સ્ટાઇલમાં તેની તસવીર શેર કરી હતી. જેને જોઈને ચાહકોના શ્વાસ પણ અટકી ગયા હતા. હવે વાત સારા અલીની ફિલ્મી કારકિર્દીની કરીએ તો સારા અલી ખાને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ત્યાર પછી સારા ફિલ્મ ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. સાથે જ સારાની ત્રીજી ફિલ્મ કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ’ હતી. આ સાથે સારા છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર માં જોવા મળી હતી. સાથે જ સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.