એશ્વર્યાની પુત્રી પર ચળ્યો સારા અલી ખાનનો રંગ, ‘ચકાચક’ ગીત પર આરાધ્યા એ કર્યો જબરદસ્ત ડાંસ, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાને પોતાની નાની કારકિર્દીમાં સારું નામ કમાવ્યું છે. વર્ષ 2018માં હિન્દી સિનેમામાં પગ મૂકનાર સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારાએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દક્ષિણ ભારતીય સુપરસ્ટાર ધનુષ સાથે કામ કર્યું હતું.

અક્ષય કુમાર, ધનુષ અને સારાની ફિલ્મ ‘અતરંગી રે’ દર્શકોને પસંદ આવી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ન હતી અને સીધી OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘ચકાચક’ પણ ખૂબ લોકપ્રિય થયું હતું. તેમાં સારા અલી ખાનનો જબરદસ્ત ડાન્સ જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે ‘અતરંગી રે’ ફિલ્મના ગીત ‘ચકાચક’ પર લોકોએ ડાંસ કરતા ઘણા વીડિયો બનાવ્યા હતા. સારાએ પણ ફિલ્મમાં આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો અને તેણે ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ આ ગીત પર ખૂબ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન એક નાની છોકરી એ સારાની જેમ સાડી પહેરીને તેને ડાંસમાં જબરદસ્ત ટક્કર આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood) 

જણાવી દઈએ કે ઈન્સ્ટન્ટબોલીવુડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક નાની છોકરીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરમાં ટીવી ચાલુ છે અને ‘ચકાચક’ ગીત પર સારાનો ડાંસ પણ. તો ટીવી સામે ઉભેલી એક છોકરી પણ હૂબહૂ સારાની જેમ ડાંસ કરતા જોવા મળી રહી છે. છોકરીએ સારાની જેમ જ સાડી પહેરી છે.

ખાસ વાત એ છે કે વીડિયોમાં જોવા મળી રહેલી છોકરીનો ચેહરો હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ઘણી હદ સુધી મળતો આવે છે. આ છોકરીને ડાન્સ કરતા જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આરાધ્યાને યાદ કરી. ઘણા ચાહકોએ તો એમ પણ કહ્યું છે કે છોકરી આરાધ્યા બચ્ચન જ છે.

જણાવી દઈએ કે સારાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું. બંનેની જોડીને પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મ હિટ રહી હતી. ત્યાર પછી સારાએ રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું  ત્યાર પછી તે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજ કલ’માં જોવા મળી હતી. ત્યાર પછી વરુણ ધવન સાથે ‘કુલી નંબર વન’માં કામ કર્યું. તે હવે વિકી કૌશલ સાથે ‘લુકા છુપી 2’માં જોવા મળશે.