ખૂબ જ અનોખી સ્ટાઈલમાં સારા અલી ખાને સેલિબ્રેટ કર્યો ભાઈ જેહનો બર્થડે, જુવો તેના સેલિબ્રેશનની સુંદર તસવીરો

બોલિવુડ

બોલીવુડની સૌથી ચર્ચિત કપલ ​​અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો લાડલો પુત્ર જેહ અલી ખાન 1 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં, નવાબ પરિવારે ખૂબ જ ધામધૂમથી તેમના નાના પુત્ર જેહ અલી ખાન એટલે કે જહાંગીર અલી ખાનનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો જેહ અલી ખાનની બહેન એટેલે કે પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે કરીના અને સૈફ અલીના ઘરે એક નાનકડી પાર્ટી રાખવામાં આવી હતી જેમાં જેહના નાના-નાના મિત્રો પણ શામેલ થયા હતા. આ ઉપરાંત તેનો મોટો ભાઈ ઈબ્રાહિમ ખાન અને બહેન સારા અલી ખાન પણ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળ્યા. સારા પોતાના નાના ભાઈ જેહ સાથે રમતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત એક તસવીરમાં તે પોતાના પિતા સૈફ અલી ખાન અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં સારા અલી ખાન ખૂબ જ ફની સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહી છે. સાથે જ તેનો ભાઈ ઈબ્રાહિમ ખાન સેલ્ફી લેતા જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એક તસવીરમાં જેહ સારાના ખોળામાં જોવા મળી રહ્યો છે તો તૈમુર અલી ખાન ઈબ્રાહિમના ખભા પર બેઠેલો છે. આ ભાઈ-બહેનની મસ્તી ભરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, સારા અલી ખાને આ ક્યૂટ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “હેપ્પી ફર્સ્ટ બર્થડે બેબી જે.” આ સાથે જ સારા અલી ખાને ઘણા હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે. સારા અલી ખાને શેર કરેલી આ તસવીરો પર માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ કમેંટ કરીને પ્રસંશા કરી રહ્યા છે. નોંધપાત્ર છે કે, 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ, કરીના અને સૈફના ઘરે જેહ અલી ખાનનું સ્વાગત થયું હતું.

જણાવી દઈએ કે, સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. આ ફિલ્મમાં સારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. ત્યાર પછી સારા અલી ખાન અભિનેતા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળી હતી. ત્યાર પછી સારા અલી ખાને અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર વન’માં કામ કર્યું હતું.

આ ઉપરાંત કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજ કલ-2’માં કામ કર્યું હતું. બંને ફિલ્મોથી સારા અલી ખાનને સફળતા મળી હતી. આ ફિલ્મ દ્વારા સારા પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી અને તેને ઘણી બોલિવૂડ ફિલ્મોની ઓફર મળવા લાગી. આ દિવસોમાં સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ ‘લુકા છુપ્પી 2’ ને લઈને ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.