સારા એ સાવકા ભાઈ સાથે સેલિબ્રેટ કરી ઈદ, સામે આવી કરીનાના નાના પુત્ર જેહની પહેલી ઝલક, જુવો તસવીરો

બોલિવુડ

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નવા બાળકના માતા-પિતા બન્યા તેને લગભગ પાંચ મહિના થઈ ગયા છે. કરીનાએ 21 ફેબ્રુઆરી 2021 ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. કરીનાએ ઘણા દિવસો સુધી પુત્રનું નામ જાહેર કર્યું ન હતું. તેના પહેલા પુત્ર તૈમૂર અલી ખાનના નામને લઈને ઘણા વિવાદ થયા હતા. આવી સ્થિતિમાં કરીના સૈફે શાંતિથી વિચાર કર્યા પછી બીજા પુત્રનું નામ રાખ્યું છે. તેણે પોતાના નવા બાળકનું નામ ‘જેહ અલી ખાન’ રાખ્યું છે. તેનો પારસીમાં અર્થ થાય છે ‘આવવું’. આ નામ સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે બાળક ઘરમાં ઘણી ખુશીઓ લાવશે.

જોકે પુત્રનું નામ તો કરીના સૈફ એ જગજાહેર કરી દીધું, પરંતુ તેનો ચહેરો આજે પણ મીડિયા સામે આવ્યો નથી. જો તમે નોંધ્યું હોય તો કરીના અથવા તેના પરિવારના કોઈ પણ સભ્ય જ્યારે પુત્રની કોઈ તસવીર પોસ્ટ કરે છે તો તેના ચહેરા પર એક ઈમોજી લગાવી દે છે. તે જેહનો ચહેરો ક્યારેય બતાવતા નથી. હવે આ જ ચીજ ‘જેહ’ ની સાવકી બહેન સારા અલી ખાને પણ કરી છે.

ખરેખર સારાએ ઈદના પ્રસંગ પર એક ફેમિલી તસવીર શેર કરી છે. તેમાં તે તેના પિતા સૈફ અલી ખાન, ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને સાવકા ભાઈઓ તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન સાથે જોવા મળી રહી છે. જો કે આ તસવીરમાં પણ સારાએ ઇમોજી મૂકીને જેહનો ચહેરો છુપાવ્યો છે. આ તસવીર શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું છે- ઈદ મુબારક, અલ્લાહ બધાને શાંતિ, ખુશી અને સકારાત્મકતા આપે. અમે બધા માટે સારા દિવસોની આશા રાખીએ છીએ.

સારાની આ પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ પોસ્ટ જોઈને દરેકના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે સૈફ કરીનાના પુત્રનો ચહેરો શા માટે છુપાવવામાં આવી રહ્યો છે? તેની એક સંભાવના એ પણ હોઇ શકે છે કે મોટાભાગે સેલિબ્રિટી કપલ તેમના ન્યૂ બોર્ન બેબીને એક ખાસ સ્ટાઈલ સાથે રિવિલ કરે છે. આ માટે તે કોઈ મેગેઝિન અથવા અન્ય કોઈ બ્રાન્ડ સાથે ટાઈઅપ કરે છે અને ત્યાર પછી બાળકોનો ચહેરો રિવિલ કરે છે. તેનાથી તેમને સારા પૈસા પણ મળી જાય છે. જોકે સૈફ કરીનાના બાળકની બાબતમાં સાચું કારણ શું છે એ તો આવનારા સમયમાં જ જાણ થશે.

જણાવી દઈએ કે આ પહેલા સારા અલી ખાનની બાળપણની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો સારાની ફઈ સબા અલી ખાને શેર કરી હતી. આ પોસ્ટને શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે ‘મારું દિલ મારા ખોળામાં છે, તેનું દિલ ટેડી બિયર માં.’

આ તસવીરોમાં સારા ગજબની ક્યૂટ લાગી રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા છેલ્લે ‘કૂલી નંબર1’ માં વરૂણ ધવન સાથે જોવા મળી હતી. તે ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળશે.