સારા અલી ખાન અને જાન્હવી એ કર્યા ‘કેદારનાથ’ ધામના દર્શન, જુવો તસવીરો

બોલિવુડ

જાન્હવી કપૂર અને સારા અલી ખાન બંને હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રીઓ છે. તાજેતરના કેટલાક વર્ષોમાં જ તેમની કારકિર્દીની શરૂઆત થઈ છે અને બંનેએ અત્યારે માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે બંનેએ એ દર્શાવ્યું છે કે તે હિંદી સિનેમામાં લાંબી ઈનિંગ રમવા આવી છે.

સારા અલી ખાન અને જાન્હવી બંને ફિલ્મી પરિવારો સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે જાન્હવી કપૂર દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી છે. સાથે જ સારાના પિતા અભિનેતા સૈફ અલી ખાન છે અને માતા અભિનેત્રી અમૃતા સિંહ છે. જણાવી દઈએ કે સારા અને જાન્હવી એકબીજાની ખૂબ સારી મિત્ર છે.

સારા અને જાન્હવી વચ્ચે મિત્રતાનો અદ્ભુત અને મજબૂત સંબંધ છે. બંને અભિનેત્રીઓ ઘણા પ્રસંગો પર સાથે જોવા મળી છે અને હવે ફરી એકવાર તેમની મિત્રતા જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. મુસ્લિમ ધર્મની સારા અલી ખાન અને હિંદુ ધર્મની જાન્હવી કપૂરે તાજેતરમાં જ કેદારનાથમાં ભગવાન શિવના દર્શન કર્યા છે.

સારા અને જાન્હવી બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં બનેલી છે. બંને અભિનેત્રીઓ ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલી જોવા મળી અને બંનેએ એકસાથે કેદારનાથ મંદિરમાં પૂજા પણ કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ચાહકો તેના પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સારા અને જાન્હવીની આ તસવીરો તેમના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. તાજેતરમાં જ બંને અભિનેત્રીઓ વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિર પહોંચી હતી, અહીં બંનેએ ભગવાન શિવના દર્શન કર્યા અને શિવની પૂજા પણ કરી. તસવીરો શેર કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું છે કે, ‘વાહ. આ સંસ્કાર કહેવાય છે. તમે બંને ખૂબ સારું કામ કરી રહ્યા છો. ભગવાન તમારા બંનેનું ભલું કરે!’

તસવીરોમાં તમે જોઈ શકો છો કે સારા ગ્રે ઈયરમફ્સ સાથે પર્પલ બોમ્બર જેકેટમાં જોવા મળી રહી છે. સાથે જ જાન્હવીએ મફલર સાથે એક સુંદર સિલ્વર જેકેટ પહેર્યું છે.

રણવીરના શો પર પણ સાથે પહોંચી હતી સારા-જાન્હવી: તાજેતરમાં જ બંને અભિનેત્રીઓ અભિનેતા રણવીર સિંહના ટીવી શો ‘ધ બિગ પિક્ચર’માં પણ સાથે પહોંચી હતી. આ દરમિયાન બંનેએ પોતાની મજબૂત મિત્રતા વિશે પણ વાત કરી હતી. જાન્હવીએ જણાવ્યું હતું કે બંને પહેલીવાર એક એવોર્ડ ફંક્શન દરમિયાન મળ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી જે ડિસેમ્બર 2020 માં રિલીઝ થઈ હતી. જ્યારે ટૂંક સમયમાં જ તે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે. સાથે જ જાન્હવી કપૂરની વાત કરીએ તો તે આવનારા દિવસોમાં ગુડ લક જેરી, દોસ્તાના 2 અને તખ્ત જેવી ફિલ્મોમાં જોવા મળશે.