ક્યારેક ગૌમાતા સાથે તો ક્યારેક માતાના ખોળામાં રમતા જોવા મળ્યો સપના ચૌધરીનો એક વર્ષનો પુત્ર, જુવો તેની આ ક્યૂટ તસવીરો

બોલિવુડ

હરિયાણવી ડાંસર સપના ચૌધરી ઘણીવાર પોતાના જબરદસ્ત ડાંસ માટે જાણીતી છે. જોકે ક્યારેક તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સપનાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં હરિયાણવી સિંગર અને અભિનેતા વીર સાહુ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નથી 5 ઓક્ટોબર 2020 ના રોજ સપનાને એક પુત્ર થયો હતો. ત્યાર પછી સપનાએ પુત્રની ઝલક તો બતાવી હતી પરંતુ તેનું નામ જણાવ્યું ન હતું.

ગઈકાલે 5 ઓક્ટોબર 2021 ના રોજ સપનાનો પુત્ર એક વર્ષનો થયો. આવી સ્થિતિમાં પુત્રના પહેલા જન્મદિવસ પર સપનાએ પુત્રના નામનો ખુલાસો કર્યો. તેણે પોતાના પુત્રનું નામ ખૂબ જ રસપ્રદ સ્ટાઈલમાં જણાવ્યું. તેનો એક વીડિયો પણ તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સપનાએ પોતાના પુત્રનું નામ એક શકિતશાળી રાજાના નામ પરથી રાખ્યું છે. તે એક એવા રાજા છે જેમણે સિકંદર અને તૈમુરને ધૂળ ચટાવી હતી.

આ વીડિયોમાં સપનાનો એક વર્ષનો પુત્ર મેદાનમાં રમતા જોવા મળી રહ્યો છે. તેની આસપાસ કુદરતી નજારો અને ગાય ભેંસ છે. બેકગ્રાઉંડમાં એક વોઇસ ચાલે છે જે સપનાના પુત્રનું નામ ખૂબ જ રસપ્રદ સ્ટાઈલમાં જણાવે છે. આ વિડીયો શેર કરતા સપના કેપ્શનમાં લખે છે – મારા અને મારા ચાહકો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ, મારા સિંહ @porusofficial, એટલે કે સપનાએ તેના લાડલા પુત્રનું નામ પોરસ રાખ્યું છે.

વીડિયોમાં જે અવાજ સંભળાય છે તે જણાવે છે – જ્યારે જ્યારે કોઈ વિશેષ આત્મા આ ધરતી પર આવી છે, તેણે ખળભળાટ મચાવ્યો છે. મને વિશ્વાસ છે કે તમે સામાન્ય નથી, તમે સામાન્ય ઘરમાં છો, પરંતુ તમે સામાન્ય નથી. દુનિયાની નજર ખરાબ છે, તેથી તે જાહેરમાં નથી. અમે તો એક સ્ત્રોત હતા, તમે આ માટીના લાલ છો. તમે એ સમુદાયનો ભાગ છો જેમને તૈમુરથી લઈને સિકંદર સુધીને પકડ્યા, તેથી હું તમારું નામ ‘પોરસ’ રાખું છું, તમારા જન્મદિવસ પર દરેકને અભિનંદન છે.

સપનાના પુત્રના આ નામને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તે આ વાતથી ખુશ છે કે સપનાએ તેના પુત્રનું નામ એક યોગ્ય રાજાના નામ પર રાખ્યું. નોંધપાત્ર છે કે કરીના અને સૈફે જ્યારે તેમના પુત્રનું નામ તૈમુર રાખ્યું હતું ત્યારે ઘણો વિવાદ થયો હતો. ચાહકોને આ નામ બિલકુલ પસંદ આવ્યું ન હતું.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે રાજા પોરસ પોરવાના વંશજ હતા. પંજાબમાં ઝેલમ અને ચેનાબ નદીઓ સુધી(ગ્રીકમાં હાઇડસ્પેસ અને એસીસેન્સ) તેમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. તેમણે 340 ઈ.સ પૂર્વેથી 315 ઈ.સ પૂર્વે સુધી શાસન કર્યું. 326 ઈ.સ પૂર્વે માં તેમને સિંકદરને જોરદાર ટક્કર આપી.

તક્ષશિલાના રાજા સિકંદર આગળ ઝુકી ગયા હતા. પછી તેમણે સિકંદરને કહ્યું કે તે પોરસ પર હુમલો કરે. તેમનો ઈરાદો તેમના રાજ્યનો વિસ્તાર કરવાનો હતો. જોકે પોરસે સિકંદરને એવી ટક્કર આપી કે તેને નાની યાદ આવી ગઈ. પોરસ ભલે આ યુદ્ધમાં હાર્યા હોય પરંતુ તેમણે સિકંદરની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પોરસ પાસે માત્ર 20 હજાર સૈનિકો હતા જ્યારે સિકંદરની સેના 50 હજાર સૌનિકથી ઉપર હતી. પરંતુ છતા પણ પોરસે સિકંદરને કાંટાની ટક્કર આપી હતી.