એક સમયે કમાતા હતા 1000 રૂપિયા, આજે આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે સાઉથના આ સુપરસ્ટાર

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર સુર્યાએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સુર્યા દક્ષિણ ભારતીય ફિલ્મોના સૌથી ચર્ચિત અને લોકપ્રિય કલાકારોમાંથી એક છે. સૂર્યાની ફેન ફોલોઈંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ છે.

સુર્યાએ પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુંદર ફિલ્મો આપી છે. પોતાના શ્રેષ્ઠ કામથી તે ખૂબ જ લોકપ્રિય બન્યા અને આજે પણ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પોતાની સુંદર કારકિર્દીમાં, સૂર્યાએ ખૂબ ખ્યાતિ કમાવવાની સાથે અપાર સંપત્તિ પણ કમાઈ છે. ચાલો આજે તમને અભિનેતા સૂર્યાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને તેની કુલ સંપત્તિ વિશે જણાવીએ.

23 જુલાઈ 1975ના રોજ સૂર્યાનો જન્મ તમિલનાડુના ચેન્નઈમાં થયો હતો. 22 વર્ષની ઉંમરમાં સુર્યાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ‘નેરરુક્કુ નેર’. સુર્યાએ તમિલ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. સુર્યાની પહેલી ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી.

સુર્યાએ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોની વચ્ચે એક ખાસ ઓળખ બનાવી હતી. અભિનેતાની આ ફિલ્મ એ દર્શકો પાસેથી ઘણી ચર્ચાઓ લૂટી હતી. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુર્યા આજે દક્ષિણ ભારતીય સિનેમાના મોંઘા કલાકારોમાંથી એક છે. મળતી માહિતી મુજબ સુર્યા પોતાની એક ફિલ્મ માટે 25-30 કરોડ રૂપિયાની મોટી ફી લે છે.

સૂર્યા ફિલ્મોની સાથે જ જાહેરાતો અને તેના પ્રોડક્શન હાઉસથી પણ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે. આ ઉપરાંત તે પ્રોડક્શન હાઉસ 2D એન્ટરટેનમેન્ટ, ટીવી હોસ્ટિંગ અને અન્ય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી પણ સારી કમાણી કરી લે છે.

સૂર્યાની કુલ સંપત્તિ: એક ફિલ્મથી 25થી 30 કરોડની કમાણી કરનાર સૂર્યા કરોડો નહીં પરંતુ અબજોની સંપત્તિના માલિક છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા પાસે 250 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સંપત્તિની બાબતમાં તે સાઉથની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડે છે.

સૂર્યાનું કાર કલેક્શન: સુર્યાના કાર કલેક્શન પર એક નજર કરીએ તો તેનું કાર કલેક્શન ખૂબ જ લક્ઝરી અને ખૂબ જ મોંઘું છે. તેમની પાસે ટોયોટા ની ફોર્ચ્યૂનર, જાગુઆર એસએફ, ઓડી એ 7, મર્સિડીઝ બેંઝ એમ.એલ ક્લાસ અને ઓડી ક્યૂ 7 જેવી કિંમતી અને સુંદર કાર છે. સૂર્યા કારના મોટા શોખીન છે.

એક સમયે ફેક્ટરીમાં કરતા હતા કામ, મળતા હતા 1 હજાર રૂપિયા: આજે ભલે સૂર્યા પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે, મોંઘી અને લક્ઝરી કાર છે. એક ફિલ્મથી તે લગભગ 30 કરોડની કમાણી કરે છે. જોકે એક સમયે તેમનું જીવન પણ સામાન્ય માણસ જેવું હતું. કહેવાય છે કે એક સમયે સૂર્યા ફેક્ટરીમાં કામ કરતા હતા અને તેના બદલામાં તેને એક હજાર રૂપિયાનો પગાર મળતો હતો.

એવોર્ડ વિશે વાત કરીએ તો સુર્યાને વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ‘નંદા’ માટે તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘રક્ત ચરિત્ર’ માટે તેમને બેસ્ટ ન્યુકમરનો સ્ક્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ‘જય ભીમ’ની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.