20 વર્ષ નાની મુસ્લિમ છોકરી બની સંજય દત્તની ત્રીજી પત્ની, કંઈક આવી રીતે શરૂ થઈ હતી સંજૂ-માન્યતાની લવ સ્ટોરી

બોલિવુડ

સંજય દત્ત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું એક ચમકતું નામ છે. સંજય દત્ત છેલ્લા 40 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો પોતાના નામે કરી છે. સંજય દત્તને બોલિવૂડના સૌથી વિવાદિત અભિનેતાઓમાંથી એક માનવામાં આવે છે. 62 વર્ષના થઈ ચુકેલા સંજય દત્ત આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

જણાવી દઈએ કે તાજેતરમાં તે ફિલ્મોમાં સાઈડ અને સપોર્ટિંગ ભુમિકા નિભાવી રહ્યા છે. છતાં પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. જણાવી દઈએ કે સંજય દત્ત પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. સંજય દત્તના ઘણા અફેર રહ્યા છે અને તેણે કુલ 3 લગ્ન કર્યા છે.

સંજય દત્તની ત્રીજી પત્નીનું નામ માન્યતા દત્ત છે. સંજુ બાબાએ ત્રીજા લગ્ન વર્ષ 2008માં માન્યતા સાથે કર્યા હતા. જણાવી દઈએ કે સંજયની પત્ની પણ અભિનેત્રી રહી ચુકી છે. બંનેની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત છે. છતાં પણ બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. ચાલો આજે અમે તમને સંજય દત્ત અને માન્યતા દત્તની લવ સ્ટોરી વિશે જણાવીએ.

સંજયની પત્ની માન્યતાનું સાચું નામ દિલનવાઝ શેખ છે. તે મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત છે, જોકે સંજય દત્ત સાથે લગ્ન કર્યા પછી તે હિંદુ બની ગઈ હતી અને તેણે લગ્ન પહેલા જ પોતાનું નામ બદલીને માન્યતા રાખ્યું હતું અને સંજય સાથે લગ્ન પછી તે માન્યતા દત્ત બની ગઈ હતી. માન્યતાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

સંજય અને માન્યતાની પહેલી મુલાકાત પણ એકદમ ફિલ્મી છે. ખરેખર માન્યતા દત્તની એક ફિલ્મના રાઇટ્સ સંજય દત્તે 200000 રૂપિયામાં ખરીદ્યા હતા. આ ફિલ્મ પછી સંજય અને માન્યતાની પહેલી મુલાકાત થઈ હતી

પહેલી મુલાકાતના થોડા સમય પછી જ સંજય દત્ત અને માન્યતા દત્ત એકબીજા માટે કંઈક અનુભવવા લાગ્યા અને બંનેનું દિલ એકબીજા પર આવી ગયું. ત્યાર પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સંજયે માન્યતા સાથે એપ્રિલ 2008 માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી માન્યતાએ પોતાનો ધર્મ બદલીને હિંદુ ધર્મ સ્વીકારી લીધો હતો.

બે બાળકોના માતા-પિતા છે સંજય-માન્યતા: લગ્ન પછી સંજય દત્ત અને માન્યતા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલની પુત્રીનું નામ ઇકરા દત્ત અને પુત્રનું નામ શહરાન દત્ત છે. સંજય અને માન્યતા પોતાના બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા છે અને હિન્દી સિનેમામાં આ જોડી ખૂબ જ લોકપ્રિય છે.

રિચા શર્મા સાથે કર્યા હતા પહેલા લગ્ન: જણાવી દઈએ કે સંજયના પહેલા લગ્ન વર્ષ 1987માં રિચા શર્મા સાથે થયા હતા. જોકે વર્ષ 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે રિચાનું નિધન થયું હતું. રિચાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. રિચા અને સંજયની એક પુત્રી છે જેનું નામ ત્રિશાલા દત્ત છે. 33 વર્ષની થઈ ચુકેલી ત્રિશાલા અમેરિકામાં રહે છે.

રિયા પિલ્લઈ બની બીજી પત્ની: રિચા પછી સંજયે બીજા લગ્ન વર્ષ 1998માં રિયા પિલ્લઈ સાથે કર્યા હતા. જોકે આ સંબંધ માત્ર 10 વર્ષ સુધી જ ચાલ્યો હતો. સંજય અને રિયા વર્ષ 2008માં અલગ થઈ ગયા હતા અને તે જ વર્ષે સંજૂ એ ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યા હતા.