કોઈ બોલીવુડ સ્ટાર્સથી ઓછો નથી દેખાતો ‘શાકા લાકા બૂમ-બૂમ’ નો સંજૂ, તસવીરો જોઈને ઓળખવો પણ બની જશે મુશ્કેલ

બોલિવુડ

જો તમે તમારું બાળપણ 90 ના દાયકાના અંતમાં પસાર થયું છે, તો તમને ટીવી પર આવતા ઘણા કાર્યક્રમો યાદ આવશે. આમાંનો એક શો હતો ‘શાકા લાકા બૂમ-બૂમ’. તેમાં એક છોકરો તેની પેંસિલથી જે કંઈપણ બનાવે છે તે સાચું થઈ જતું હતું. જેનું ગીત તો યાદ જ હશે, ‘જો ભી બાનૂ સચ હો જાયે એરોપ્લેન અથવા સાયકલ.’ આ સીરિયલમાં આ ચમત્કારિક પેન્સિલ સંજુ પાસે હતી. સંજુ જે આ શોનો હિરો હતો.

બાળ કલાકાર તરીકે, સંજુ ઉર્ફે કિંશુક વૈદ્ય કિંશુક વૈદ્યે ઘણું નામ કમાવ્યું હતું. 1991 માં મુંબઇમાં જન્મેલા કિંશુક ઉર્ફ સંજુ હવે ખૂબ મોટો અને હેન્ડસમ બની ગયો છે. આજે અમે તમારો તમારા બાળપણના સ્ટાર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તે શો પછી અચાનક સંજુ ક્યાં ગાયબ થઈ ગયો. અને આજે શું કરી રહ્યો?

જણાવી દઈએ કે તમારા બાળપણના હીરો કિંશુક વૈદ્યે માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ મરાઠી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કિંશુક વૈદ્ય પહેલા અજય દેવગન અને કાજોલની વિરુદ્ધ હિન્દી ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેની પહેલી ફિલ્મ રાજુ ચાચા હતી. આ ફિલ્મમાં સંજુ રાહુલની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે સમયે તે ફિલ્મમાં તેની ઉંમર માત્ર 9 વર્ષ હતી.

ત્યાર પછી કિંશુક વૈદ્યને ‘બીઆર ચોપડા’ ના વિષ્ણુ પુરાણમાં પ્રહલાદનું આઇકોનિક પાત્ર નિભાવવાની તક મળી. આ શો પછી પણ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. કિંશુક વૈદ્યનું સ્વપ્ન પાઇલટ બનીને પ્લેન ઉડાવવાનું હતું. પરંતુ ટૂંક સમયમાં ચશ્મા આવવાને કરણે તેનું આ સપનું સપનું જ રહી ગયું. આ પછી તે એક્ટિંગની દુનિયામાં નસીબ અજમાવવા માટે આવ્યો.

આ પછી તેણે ‘શાકા લકા બૂમ-બૂમ’માં સંજુની ભૂમિકા નિભાવી હતી. તેમના દ્વારા નિભાવેલા આ પાત્ર આજે પણ યાદ કરવામાં આવે છે. ત્યાર પછી કિંશુકે ‘યે હૈ આશિકી’, ‘એક રિશ્તા સાજેદારી કા’ જેવા શોમાં પણ એક્ટિંનગની કળા બતાવી છે. આ બધામાં આવવા છતાં પણ જે ખ્યાતિ અને નામ તેમને ‘શાકા લકા બૂમ-બૂમ’ થી મળ્યું. તે ભૂલી શકાય નહીં. આ શોએ કિંશુકને સફળતાના સૌથી મોટા શિખરે પહોંચાડ્યો હતો.

કિંશુક વૈદ્ય 2004 માં શાકા લકા બૂમ બૂમ સમાપ્ત થયા પછી એક્ટિંગની દુનિયાથી દૂર ચાલ્યો ગયો. તે પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવા લાગ્યો. કિંશુકે બેચલર ઓફ માસ મીડિયાની ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે એડવરટાઈઝમેંટમાં સ્પેશલાઈજેશન પણ કર્યું છે. વર્ષ 2018 માં, કિંશુક વૈદ્ય એમટીવીના શો ‘લવ ફોર ધ રન’ માં જોવા મળ્યો હતો. નાનપણથી જ એક્ટિંગમાં રસ ધરાવતા કિંશુક વૈદ્યએ ફરીથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.

તેમણે એક રિશ્તા સાજેદારી કા થી એક્ટિંગની દુનિયામાં કમ બેક કર્યું હતું. કિંશુક સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તસવીરો શેર કરતો રહે છે. આ સમયે તે ફિલ્મોમાં પણ ટ્રાઈ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.