ફ્લોપ હોવા છતાં પણ રાજાઓ જેવું છે સંજય કપૂરનું જીવન, જાણો ક્યાંથી લાવે છે આટલા રૂપિયા

બોલિવુડ

જો તમે હિન્દી ફિલ્મોના શોખીન છો તો તમને સંજય કપૂર જરૂર યાદ હશે. અનિલ કપૂરના નાના ભાઈ સંજય, આવ્યા તો હતા બોલિવૂડમાં ધમાકો કરવા, પરંતુ દર્શકોએ તેમને ફ્લોપ કરી દીધા. ચહેરા પર નિર્દોષતા સાથે સંજય કપૂર પણ ધીમે-ધીમે પોતાને ફિલ્મોથી અલગ કરવામાં જ ભલાઈ સમજવા લાગ્યા.

સંજય કપૂર ભલે ફ્લોપ અભિનેતા હોય પરંતુ તે જીવન રાજાની જેમ જીવે છે. મોંઘા વાહનોમાં ફરવું, લક્ઝરી ઘરમાં રહેવું અને મોટી-મોટી હોટલ અને પાર્ટીઓમાં દેખાવું તેમનો શોખ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એક ફ્લોપ અભિનેતા આટલા બધા શોખ પૂરા કરવા માટે પૈસા ક્યાંથી લાવે છે, ચાલો અમે તમને તેમની સંપત્તિથી લઈને તેની કમાણી વિશે માહિતી આપીએ.

આટલી છે સંપત્તિ, જાણો કમાણીનાં માધ્યમ: સંજય કપૂર ભલે ફ્લોપ થયા હોય પરંતુ તેમની સંપત્તિ કરોડોમાં છે. તેમની પાસે 70 થી 75 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કમાણીની વાત કરીએ તો તે વેબ સિરીઝથી લઈને ફિલ્મોમાં એક્ટિંગ કરીને કમાણી કરે છે. તેમણે પોતાની પત્ની સાથે પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. તેનું નામ સંજય કપૂર એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે.

સાથે જ તેમના શોખ વિશે વાત કરીએ તો સંજયના શોખ રાજાઓ જેવા છે. તેમની પાસે મોંઘી કાર છે જેમાં બેન્ટલી અને BMW A6 થી લઈને મર્સિડીઝ જેવી કાર શામેલ છે. તે ઘણીવાર પરિવાર સાથે પાર્ટીઓમાં પણ જોવા મળે છે. તેમની પુત્રી શનાયા કપૂર પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેને કરણ જોહર લોન્ચ કરી રહ્યા છે.

1995 માં શરૂ કરી હતી કારકિર્દી: પોતાના ભાઈ અનિલ કપૂરની જેમ સંજય પણ ફિલ્મોમાં હીરો બનીને આવ્યા હતા. તેમણે વર્ષ 1995માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘પ્રેમ’ હતી. જો કે ત્યાર પછી તેમની ફિલ્મ ‘રાજા’ ખૂબ સફળ રહી અને તેમને સફળતા મળી. આ ફિલ્મમાં તે માધુરી દીક્ષિત સાથે જોવા મળ્યા હતા.

ત્યાર પછી પણ તેમની કેટલીક યાદગાર ફિલ્મો આવી જેમાં ‘ઓઝાર’, ‘મોહબ્બત’ અને ‘સિર્ફ તુમ’ જેવી ફિલ્મો શામેલ હતી. જો કે આ ફિલ્મોમાં તેમની એક્ટિંગની તો પ્રસંશા થઈ હતી પરંતુ તે ક્યારેય સફળ અભિનેતાઓમાં શામેલ થઈ શક્યા નહિં. એક્ટિંગની દુનિયામાં સંજય કપૂરનો સિક્કો જામી શક્યો નહીં અને તે ભાઈની જેમ સફળ થઈ શક્યા નહીં.

નાના પડદા તરફ વળ્યા: મુંબઈમાં 17 ઓક્ટોબર 1965ના રોજ જન્મેલા સંજય કપૂરના પિતાનું નામ સુરિન્દર કપૂર હતું. તે એક ફિલ્મ નિર્માતા હતા, તેમની માતાનું નામ નિર્મલ કપૂર હતું. ફિલ્મોમાં ફ્લોપ થયા પછી તે નાના પડદા તરફ વળ્યા હતા.

વર્ષ 2003માં એક નાટક આવ્યું જેનું નામ કરિશ્માઃ ધ મિરેકલ ઓફ ડેસ્ટિની હતું. આ શોમાં સંજય જોવા મળ્યા હતા. આ સાથે તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. સંજય ધ ગોન ગેમ, ધ લાસ્ટ ઓવર થી લઈને સોગી હોગા તેરા બાપ જેવી વેબ સિરીઝમાં જોવા મળી ચુક્યા છે.