KGF 2 ની અપાર સફળતા પછી ખૂબ જ ખુશ છે સંજય દત્ત, કહ્યું- તેણે મને મારી….

બોલિવુડ

KGF ચેપ્ટર 1 ની જેમ જ KGF ચેપ્ટર 2 એ પણ દર્શકો પાસેથી મહેફિલ લૂંટી લીધી છે. KGF 2 તો KGF 1 કરતાં વધુ સફળ થતા જોવા મળી રહી છે. ફિલ્મની તાબડતોડ કમાણી બોક્સ ઓફિસ પર ચાલુ છે. ફિલ્મ એ પોતાના બોક્સ ઓફિસ કલેક્શનથી દરેકને ચોંકાવી દીધા છે.

ફિલ્મનો સૌથી મોટો ચહેરો કન્નડ ફિલ્મોના સ્ટાર યશ છે. યશને KGF 1 એ સુપરસ્ટાર બનાવ્યો હતો અને હવે KGF 2 એ તેના સ્ટારડમમાં ચાર ચાંદ લગાવ્યા છે. દરેક જગ્યાએ યશનું નામ ગુંજી રહ્યું છે. સાથે જ ફિલ્મમાં વિલન બન્યા છે હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા સંજય દત્ત.

સંજય દત્ત માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ ફિલ્મ તેના દિલની ખૂબ જ નજીક છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સંજય દત્ત વિલન ‘અધીરા’ના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં યશના કામની સાથે દર્શકો અને ચાહકો સંજયના કામને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

સંજય દત્તે પણ પોતાની આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે અને તેને પોતાના દિલની ખૂબ જ નજીકની જણાવી છે. હવે ફરી એકવાર સંજય દત્તે KGF 2 વિશે વાત કરી છે. તાજેતરમાં જ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ટ્વીટર પર એક પોસ્ટ શેર કરતા સંજય દત્તે લખ્યું હતું કે, “દરેક સમયે હું એક એવી ફિલ્મની શોધ કરું છું જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય. ‘KGF ચેપ્ટર 2’ મારા માટે તે ફિલ્મ હતી. તેણે મને મારી ક્ષમતાની યાદ અપાવી અને તેના વિશે કંઈક એવો અનુભવ થયો કે હું કહી શકતો હતો મને ખૂબ મજા આવી. અધીરાની ભૂમિકા નિભાવવાનો શ્રેય ડિરેક્ટર નીલને જાય છે.”

સંજુ બાબાએ આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મારા ડિરેક્ટર પ્રશાંત નીલે મને ખતરનાક ‘અધીરા’નું વિઝન વેચી દીધું. ફિલ્મમાં મારી ભુમિકાનો શ્રેય સંપૂર્ણ રીતે પ્રશાંતને જાય છે. હું મારા ચાહકો, શુભચિંતકો અને પરિવારનો હંમેશા સાથ આપવા માટે આભાર માનું છું.”

નોંધપાત્ર છે કે, ફિલ્મ ‘KGF 2’ના શૂટિંગ સમયે સંજય દત્ત કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતા. આ ફિલ્મ દરમિયાન તે દુઃખમાં હતા. કહેવાય છે કે જ્યારે ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે સંજુ બાબા ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આ કારણે પણ આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ બની જાય છે.

KGF 2 ના હિન્દી વર્જને કરી 280 કરોડની કમાણી કરી, કુલ કમાણી 750 કરોડ રૂપિયાને પાર: 14 એપ્રિલે દુનિયાભરમાં ઘણી ભાષાઓ સાથે રિલીઝ થયેલી KGF 2નું બજેટ 100 કરોડ રૂપિયા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ એ નવ દિવસમાં કુલ 750 કરોડ રૂપિયાની તાબડતોડ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ હિન્દી દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝને 9 દિવસમાં 280 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં સંજય અને યશની સાથે મુખ્ય ભુમિઅકામાં શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન, પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

સંજય દત્તના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર છે. સાથે જ અક્ષયની સામે માનુષી છિલ્લર છે. આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં સોનુ સૂદ પણ જોવા મળવાના છે. ‘પૃથ્વીરાજ’ આ વર્ષે 3 જૂને રિલીઝ થશે.