KGF 2 ના પ્રમોશન માં સંજય એ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ને લઈને કહી આ વાત, કહ્યું કે….

બોલિવુડ

લોકપ્રિય અભિનેતા સંજય દત્તને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો નરગીસ અને સુનીલ દત્તના પુત્ર સંજય દત્તે પોતાના માતા-પિતાના રસ્તા પર ચાલીને ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.

સંજય દત્તે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1982માં કરી હતી. આ દરમિયાન તેમની ફિલ્મ ‘રોકી’ આવી હતી. પોતાની કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મોમાં કામ કરીને સુપરસ્ટાર સુધીની સફર કરનાર સંજય દત્ત આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. તે હવે ફિલ્મોમાં સાઈડ અને સપોર્ટિંગ ભુમિકા નિભાવી રહ્યા છે.

આ દિવસોમાં સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ ને લઈને ચર્ચામાં ચાલી રહ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં 27 માર્ચે રિલીઝ થયું છે અને તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોંસ મળી રહ્યો છે.

જણાવી દઈએ કે KGF ચેપ્ટર 2 ની ચાહકો KGF ચેપ્ટર 1 બ્લોકબસ્ટર સાબિત થયા પછીથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દર્શકોની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. કેજીએફના પહેલા ભાગમાં અભિનેતા યશ મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે હવે યશ તેના બીજા ભાગમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.

યશની આ ફિલ્મમાં સંજય દત્ત પણ મુખ્ય ભુમિકામાં છે. તે અધીરા નામના પાત્રમાં જોવા મળશે. જ્યારે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે તમામ કલાકારો તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ પ્રમોશન દરમિયાન, સંજય દત્તનું તાજેતરમાં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર દુઃખ છલક્યું છે.

જણાવી દઈએ કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની અત્યાર સુધીમાં હિન્દી સિનેમાના ઘણા મોટા દિગ્ગજો એ ખૂબ પ્રસંશા કરી છે, જ્યારે હવે તેમાં સંજય દત્તનું નામ પણ શામેલ થઈ ગયું છે. સંજયે ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે અને તેમનું નિવેદન હવે ચર્ચામાં આવી ગયું છે.

ખરેખર, KGF 2 ના પ્રમોશન દરમિયાન સંજય દત્તને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ વિશે સવાલ પુછવામાં આવ્યા હતા. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના સવાલ પર જવાબ આપતા ‘સંજુ બાબા’એ કહ્યું કે, “હજુ સુધી ફિલ્મ જોઈ નથી પરંતુ મને લાગે છે કે તે સારી ફિલ્મ છે. હું આ ફિલ્મ જોઈશ અને ફરીથી રિપોર્ટ કરીશ. સાથે જ સંજયે એ પણ જણાવ્યું કે તે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ઓળખે છે.”

જણાવી દઈએ કે 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ ની સંજય પહેલા અક્ષય કુમાર, કંગના રનૌત, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન, અજય દેવગન, સલમાન ખાન, આમિર ખાન, આદિલ હુસૈન, રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, કેકે મેનન, અર્જુન રામપાલ જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પણ ખૂબ પ્રસંશા કરી ચુક્યા છે.

‘ધ કશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરમાં હિંદુઓ પર વર્ષ 1990માં થયેલી ક્રૂરતા પર આધારિત છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. ફિલ્મનું બજેટ લગભગ 15 કરોડ રૂપિયા છે, જોકે ફિલ્મ એ 23 દિવસમાં 240 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર સાથે દર્શન કુમાર અને પલ્લવી જોશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.