લગ્ન પહેલા રણબીર-આલિયા ને સંજય દત્તે આપી આ ખાસ સલાહ, બંનેને કામ આવશે સંજૂ બાબાનો આ ગુરૂ મંત્ર

બોલિવુડ

સમાચાર છે કે એક લાંબા અફેર પછી અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં બંને કલાકારો પ્રેમી પ્રેમિકામાંથી પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. આ કપલના લગ્નના સમાચાર ખૂબ ચાલી રહ્યા છે. બોલિવૂડમાં આ બંનેના લગ્નના સમાચાર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયા આ અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. બંનેના લગ્ન મુંબઈના આરકે હાઉસમાં થવા જઈ રહ્યા છે. આરકે હાઉસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સાથે જ આલિયા ભટ્ટનું ઘર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. બંનેના ચાહકો પણ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સતત બંનેના લગ્ન સાથે જોડાયેલા કોઈને કોઈ સમાચાર જરૂર આવી રહ્યા છે.

આલિયા અને રણબીરના લગ્ન પર સતત બોલિવૂડ કલાકારો પણ કમેંટ કરી રહ્યા છે. આ દરમિયાન હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનું પણ આલિયા અને રણબીરના લગ્ન પર નિવેદન આપ્યું છે અને સંજુ બાબાએ રણબીરને એક સલાહ પણ આપી છે. ચાલો જાણીએ સંજય દત્ત એ શું કહ્યું છે.

જણાવી દઈએ કે સંજય દત્તે રણબીર કપૂરને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી છે અને તેની સાથે રણબીરને સંજુ બાબા તરફથી એક ખાસ સલાહ પણ મળી છે. સંજય દત્ત એ કહ્યું છે કે લગ્ન એ એક વચન છે જે તેઓ એકબીજાને આપે છે. આગળ સંજુએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલા રણબીર અને આલિયાને હંમેશા સાથે રહેવા અને ખુશીથી આગળ વધવા માટે પણ કહ્યું છે.

સંજય સાથે ખાસ છે રણબીરનો સંબંધ: નોંધપાત્ર છે કે સંજય દત્ત સાથે રણબીર કપૂર એક ખાસ અને મજબૂત સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ ‘સંજુ’માં રણબીરે સંજય દત્તનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર પછીથી બંને વચ્ચે એક ખાસ સંબંધ બની ગયો હતો. આ ફિલ્મ એ અપાર સફળતા મેળવી હતી.

આલિયા સાથે પણ છે ખાસ સંબંધ: સાથે જ સંજયની સાથે આલિયા પણ ખાસ સંબંધ શેર કરે છે. સંજુ આલિયાના પિતા અને પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. મોટા પડદા પર આલિયા ભટ્ટ અને સંજુ ફિલ્મ ‘સડક 2’માં પણ સાથે કામ કરી ચુક્યા છે. આલિયાએ જણાવ્યું હતું કે સંજય તેને કહે છે કે તે તેને ‘ચાચુ’ કહીને બોલાવે.

શરૂ થઈ આલિયા અને રણબીરના લગ્નની વિધિ: કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. બુધવારે મહેંદીનો કાર્યક્રમ છે અને ગણેશ પૂજા પણ છે. સાથે જ બુધવારે રાત્રે સંગીત કાર્યક્રમ છે. ત્યાર પછી ભોજન દરમિયાન કપૂર અને ભટ્ટ પરિવાર સાથે જોવા મળશે.

રણબીર અને આલિયાના લગ્ન માટે કડક સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેંદીથી શરૂ થતા તમામ ફંક્શન, મુંબઈના પાલી હિલ્સના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ, વાસ્તુમાં થશે.