એકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો

બોલિવુડ

આ દિવસોમાં લગ્નની સીઝન જોર-શોરથી ચાલી રહી છે. દરેક ગલી શરણાઈઓથી ગૂંજી ઉઠી છે. સામાન્ય લોકોની સાથે મોટી-મોટી હસ્તીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો લગ્ન એંજોય કરી શકતા ન હતા. ઘણાએ તો પોતાના લગ્ન રદ્દ પણ કર્યા. પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાને કારણે ઘણા લોકો ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે. આ સાથે મનોરંજનની દુનિયામાં થતા લગ્નની રોનક પણ પરત આવી છે.

એકબીજાના થયા સંજય-પૂનમ: લગ્નની આ સીઝનમાં ‘કુંડલી ભાગ્ય’ અભિનેતા સંજય ગગનાની અને ‘દો દિલ બંધે એક ડોરી સે’ ફેમ પૂનમ પ્રીત ભાટિયા પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બંનેએ 28 નવેમ્બર, રવિવારે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. જેમાં ટીવી જગતની અનેક હસ્તીઓ પણ શામેલ થઈ હતી. સાથે જ લગ્નમાં સંજય-પૂનમના નજીકના મિત્રો અને સંબંધીઓ પણ જોવા મળ્યા હતા.

ચહેરા પર જોવા મળી લગ્નની ખુશી: સંજય-પૂનમના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહી છે. દરેક તસવીરમાં બંનેના હસતા ચહેરા દર્શાવે છે કે તેઓ તેમના લગ્નથી કેટલા ખુશ છે. આ દરમિયાન સંજય ક્યારેક તેની દુલ્હનને કપાળ પર ચુંબન કરે છે તો ક્યારેક તે આંખોમાં આંખો નાખીને સ્માઈલ કરતા જોવા મળે છે.

ગુરૂદ્વારામાં થઈ લગ્નની વિધિઓ: સંજય અને પૂનમે ગુરુદ્વારામાં પરંપરાગત વિધિઓ સાથે દરેક વિધિઓ નિભાવી. આ દરમિયાન કપલ ક્યારેક હાથમાં વરમાળા લઈને તો ક્યારેક લગ્નના સાત ફેરા લેતા જોવા મળી. આ દરમિયાન બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. દરેક આ જોડીને જોઈને એ જ કહી રહ્યા હતા કે તેમને કોઈની નજર ન લાગે.

દુલ્હા બનીને ખૂબ નાચ્યા સંજય: રસપ્રદ વાત એ છે કે સંજયે પોતાના લગ્નમાં ખૂબ એંજોય કર્યો. તેમણે પોતાના લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. તે લગભગ તમામ તસવીરોમાં ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા.

સંગીત સેરેમનીમાં છવાઈ કપલ: લગ્ન ઉપરાંત આ કપલની સંગીત સેરેમનીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. સંગીત સેરેમનીમાં કપલે ખૂબ જ સુંદર એંટ્રી કરીને મહેમાનોનું દિલ જીતી લીધું. આ દરમિયાન તે પરિવાર અને મિત્રોની સામે શ્રેષ્ઠ ડાન્સ પરફોર્મન્સ પણ આપતા જોવા મળ્યા.

લગ્નમાં લાગી સ્ટાર્સની મહેફિલ: સંજય અને પૂનમના આ લગ્નમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તેમાં અંજુમ ફકીહ, રૂહી ચતુર્વેદી, જાન ખાન, સુપ્રિયા શુક્લા, વાહબિઝ દોરાબજી, અભિષેક કપૂર જેવા ઘણા લોકો શામેલ થયા.

પ્રીવેડિંગ તસવીરો પણ થઈ વાયરલ: સાથે જ કપલની તિલક સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેની તસવીરો પણ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત કોકટેલ પાર્ટીથી લઈને પૂલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

કામની વાત કરીએ તો 33 વર્ષના સંજય ગગનાની ‘કુંડલી ભાગ્ય’, ઉપરાંત એક રિશ્તા સાજેદારી કા, દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ, હમારી દેવરાની, તેરે લિયે, સાવધાન ઈન્ડિયા સહિત ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુક્યા છે. સાથે જ તે રક્તબીજ ફિલ્મમાં પણ જોવા મળ્યા છે.