ખૂબ જ સુંદર હતી સંજય દત્તની પહેલી પત્ની, 32 વર્ષની ઉંમરમાં આ બીમારીને કારણે થયું હતું નિધન, જુવો તેની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા સંજય દત્તની ફિલ્મી કારકીર્દિ ખૂબ સુંદર રહી છે. સંજય દત્ત તેની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. ઘણા વિવાદોમાં તેમનું નામ શામેલ રહ્યું છે. આ સાથે સંજય દત્તની પર્સનલ લાઈફ પણ ખૂબ ઉથલ-પાથલ ભરેલી રહી છે.

જણાવી દઈએ કે અભિનેતા સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તની પહેલી પત્ની દિવંગત અભિનેત્રી ઋચા શર્મા હતી. નોંધપાત્ર વાત એ છે કે સંજય દત્તનું અફેર ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ચાલ્યું છે. આ સાથે જ તેની પહેલી પત્ની ઋચા સાથે પણ તેમનું અફેર હતું. એવું કહેવામાં આવે છે કે બંને કોઈ ફિલ્મના સેટ પર પહેલી વખત મળ્યા હતા.

કહેવાય છે કે ઋચાને જોઇને સંજય દત્ત તેના દિવાના થઈ ગયા હતા. સંજય દત્તનો ઋચા પર ખૂબ ક્રશ હતો. સંજયને ઋચા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે ઋચાને લગ્ન માટે પ્રપોઝ કર્યો. ઋચાએ પણ સંજયનું દિલ ન તોડ્યું અને તે પણ લગ્ન માટે માની ગઈ. ત્યાર પછી બંને વર્ષ 1987 માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

ઋચા શર્મા અને સંજય દત્ત તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ હતા. બંનેએ ટૂંક સમયમાં જ એક પુત્રીનું સ્વાગત કર્યું. જેનું નામ ત્રિશલા દત્ત છે જે હાલ 33 વર્ષની છે અને તે અમેરિકામાં રહે છે. પુત્રીના જન્મ પછી તેમના સંબંધોમાં અણબનાવ જોવા મળ્યો હતો. ઋચાને આ વાતની જાણ થઈ કે તે બ્રેઇન ટ્યુમરની બીમારીથી પીડિત છે. તેની સારવાર માટે તે અમેરિકા તરફ વળી અને તેની સારવાર ચાલુ રહી. સંજય પણ આ દરમિયાન ભારત-અમેરિકાની ચક્કર લગાવતા રહ્યા.

જ્યારે ઋચા શર્માની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન હિન્દી સિનેમાની સુંદર અને સફળ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે સંજય દત્તનું નામ જોડાવા લાગ્યું. ધીમે-ધીમે આ વાતની જાણ અમેરિકામાં હજર ઋચા શર્માને પણ થઈ. તે આ વાતથી ખૂબ દુઃખી થઈ અને તે ટૂંક સમયમાં પોતાની પુત્રી સાથે ભારત આવી ગઈ. જોકે તે સ્વસ્થ ન હતી. કહેવાય છે કે તે સમયે ઋચા શર્માની મેડિકલ કંડિશન ખૂબ ખરાબ હતી.

ઋચા થોડા સમય ભારતમાં રહી અને ત્યાર પછી તે અમેરિકા પરત આવી. બીમારીના કારણે વર્ષ 1996 માં તેમણે આ દુનિયા છોડી દીધી હતી. 32 વર્ષની ઉંમરમાં 10 ડિસેમ્બરે તેમનું અવસાન થઈ ગયું. તેણે અમેરિકામાં તેના માતાપિતાના ઘરે અંતિમ શ્વાસ લીધો. જણાવી દઈએ કે ઋચા શર્માએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સંજયે એક ઇન્ટરવ્યુમાં ઋચા વિશે કહ્યું હતું કે તેણે ઋચાને ઘણા સમય પહેલા છૂટાછેડા આપી દીધા હતા. તે ફરીથી તેમની સાથે રહેવા ઈચ્છતો ન હતો.

રિયા પિલ્લઇ સાથે કર્યા બીજા લગ્ન: સંજયે બીજા લગ્ન રિયા પિલ્લઇ સાથે વર્ષ 1998 માં કર્યા હતા, પરંતુ 10 વર્ષ પછી વર્ષ 2008 માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

માન્યતા દત્ત બની ત્રીજી પત્ની: સંજયે વર્ષ 2008 માં ત્રીજી વખત અભિનેત્રી માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. બંને એક સાથે સુખી જીવન જીવી રહ્યા છે. સંજય દત્ત અને માન્યતા બે બાળકોના માતાપિતા છે. પુત્રીનું નામ ઇકરા અને પુત્રનું નામ શાહરન છે.