સંજય દત્તના બંગલાની અંદરની તસવીરો જોઈને ઉડી જશે તમારા હોંશ, ઘરના દરેક ખૂણામાં જોવા મળશે આ ખાસ વાત

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમરસ લાઈફ ચાહકોને ખૂબ પસંદ આવે છે અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ લોકોને આકર્ષિત કરે છે. બોલિવૂડ સેલેબ્સ માટે લક્ઝરી ઘર લેવું મોટી વાત હોય છે. જોકે આજકાલ ઘણા સેલિબ્રિટીઝ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે. સાથે જ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, ગોવિંદા જેવા સુપરસ્ટાર્સ એવા છે જે આજે પણ બંગલામાં રહેવાનું પસંદ કરે છે. આટલું જ નહીં આ સ્ટાર્સની જેમ તેમનો બંગલો પણ ખૂબ પ્રખ્યાત છે. આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્તનું નામ પણ શામેલ છે. સંજય દત્ત પોતાની પત્ની માન્યતા અને બંને બાળકો સાથે એક સુંદર બંગલામાં રહે છે. તમને બતાવીએ સંજય દત્તના બંગલાની અંદરની તસવીરો.

ઘરના દરેક ભાગમાં છે માતા -પિતા: સંજય દત્તના ઘરમાં પિતા સુનિલ દત્ત અને માતા નરગિસ દત્તની તસવીરો જોવા મળશે. નરગીસ અને સુનીલ દત્ત બંને બોલીવુડના દિગ્ગઝ કલાકાર હતા. સંજય તેની માતાની ખૂબ નજીક હતા અને તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા.

સંજય દત્તના ઘરમાં જ્યાં તમને આર્ટ ટચ જોવા મળશે તો ત્યાં સુંદર ડિઝાઈન વાળી વાઈબ્રન્ટ તસવીરો પણ જોવા મળશે. સંજય દત્તે પોતાના લિવિંગ રૂમમાં પોતાના માતા -પિતાની તસવીર ઉપરાંત અન્ય ઘણી સુંદર તસવીરો લગાવી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરે છે માન્યતા: માન્યતા દત્ત આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તે ઘણી વખત પોતાની તસવીરો શેર કરે છે. તેની તસવીરોમાં ઘરની ઝલક પણ જોવા મળે છે. જણાવી દઈએ કે તાજેતરમાં માન્યતાએ પોતાનો 42 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે તેની તસવીરો પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

માન્યતા અને સંજય દત્તના લગ્નને બોલીવુડના પ્રખ્યાત લગ્નોમાંથી એક માનવામાં આવે છે. સંજય દત્તે જ્યારે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે તે 29 વર્ષની હતી અને સંજય દત્ત 50 વર્ષના હતા. સાથે જ માન્યતા સંજય દત્તથી લગભગ 21 વર્ષ નાની છે. કહેવાય છે કે સંજય દત્તનો પરિવાર તેમના લગ્નની વિરુદ્ધ હતો, પરંતુ સંજયે માન્યતાનો સાથ ન છોડ્યો અને લગ્ન કરી લીધા.

માન્યતા અને બાળકો સાથે આ બંગલામાં રહે છે સંજય: સંજય દત્તના જીવનમાં ઘણી છોકરીઓ આવી અને ગઈ, પરંતુ માન્યતાએ તેમનો સાથ તે સમયે આપ્યો હતો જ્યારે દરેક તેનાથી દૂર થઈ ગયા હતા. જ્યારે સંજય દત્ત જેલમાં સજા ભોગવી રહ્યા હતા, ત્યારે માન્યતા મિયમિત તેમને મળવા જતી હતી. આવી સ્થિતિમાં સંજય દત્તનો વિશ્વાસ માન્યતા પર વધી ગયો. ત્યાર પછી સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે આ સંજય દત્તના ત્રીજા લગ્ન છે.

સંજયનું અફેર ભલે ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યું હોય, પરંતુ તેમણે માન્યાતાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી. માન્યતા પહેલા બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી, પરંતુ સંજય દત્ત સાથે લગ્ન કર્યા પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું. હવે માન્યતા સંજય દત્ત પ્રોડક્શન હાઉસની સીઈઓ છે અને ફિલ્મ પ્રોડક્શનનું કામ સંભાળે છે.