સલમાન ખાન પર આવ્યું સંજય લીલા ભંસાલીનું મોટું નિવેદન, કહ્યું- સલમાન ખાન બદલાઈ ગયા છે, તેમને ફોન પણ કરૂં તો…

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભંસાલીએ અત્યાર સુધીમાં ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોને દર્શકો ખૂબ પસંદ કરે છે. ખર્ચાળ અને ભવ્ય સેટ ભંસાલીની ફિલ્મોની ઓળખ છે. ભંસાલી જે પણ ફિલ્મ બનાવે છે, તેમાં તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. સાથે જ પછી ફિલ્મ પણ મોટા પડદા પર ધમાકેદાર પ્રદર્શન કરે છે.

સંજય લીલા ભંસાલીએ પોતાના ફિલ્મી કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી રેકોર્ડબ્રેક ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોમાં તે બધું જોવા મળે છે જે દર્શક ઈચ્છે છે. સંજયે પોતાની કારકિર્દીમાં હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. બંનેની જોડી મોટા પડદા પર લગભગ 23 વર્ષ પહેલા ધૂમ મચાવી ચુકી છે.

સલમાન અને સંજય ફરી એકવાર મોટા પડદા પર સાથે આવવાના હતા, જોકે કોઈ કારણોસર આ શક્ય બની શક્યું નથી. જણાવી દઈએ કે બંને ‘ઈન્શાઅલ્લાહ’ નામની ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા હતા. સલમાનનું નામ આ ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ભંસાલીના નિર્દેશનમાં બનવાની હતી.

જ્યારે એ સમાચાર આવ્યા હતા કે સંજય અને સલમાન લાંબા સમય પછી ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ દ્વારા સાથે કામ કરી રહ્યા છે, ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. જોકે આગળ જઈને ફિલ્મને લઈને કંઈ કામ થઈ શક્યું નહિં. સમાચાર આવ્યા કે સલમાને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે.

જણાવી દઈએ કે સલમાને પહેલીવાર સંજય લીલા ભંસાલી સાથે ફિલ્મ ‘ખામોશી’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1996માં આવી હતી. ત્યાર પછી બંને કલાકારોની જોડી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં જામી હતી. વર્ષ 1999માં આવેલી આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ મુખ્ય ભુમિકામાં હતા.

ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ પછી સલમાન અને સંજયે ક્યારેય સાથે કામ નથી કર્યું. આ સુપરહિટ ફિલ્મ પછી દર્શકો આ જોડીને ફરી એકસાથે જોવા ઈચ્છતા હતા, જોકે 23 વર્ષમાં આવું થઈ શક્યું નહિં. કહેવાય છે કે બંને વચ્ચે અનબન ચાલી રહી છે.

તાજેતરમાં જ ભંસાલીએ એક ઈન્ટરવ્યુમાં સલમાન સાથે પોતાના સંબંધ વિશે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તે અને સલમાન આજે પણ સારા મિત્રો છે. સાથે જ ડિરેક્ટર સંજયે સલમાન સાથે કામ કરવાનો નિર્ણય સલમાન પર છોડી દીધો છે. તેમણે એ પણ કહ્યું કે સલમાન બદલાઈ ગયો છે, તેમને લાગે છે કે હું બદલાઈ ગયો છું.

સંજયે સલમાન સાથે કામ કરવાની ઈચ્છા કરી વ્યક્ત: સંજયે સલમાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, “સલમાન મારા ખૂબ જ નજીકના અને ખૂબ સારા મિત્ર છે. હું તેમની સાથે ફરીથી કામ કરવા ઈચ્છું છું. અહીં સુધી કે પદ્માવત પછી અમે એ કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ માણસ તરીકે આપણે બધા સમયની સાથે બદલાઈએ છીએ.”

ભણસાલીએ કહ્યું- આજે હું જે કંઈ પણ છું તેમાં સલમાનનો મોટો રોલ છે: ભંસાલીએ આગળ કહ્યું કે, “સલમાન માટે મારા દિલમાં ખૂબ સમ્માન છે. તેમણે મારા માટે ખામોશી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે મારા માટે હમ દિલ દે ચૂકે સનમમાં કામ કર્યું હતું. સાંવરીયા દરમિયાન પણ તે મારી સાથે ઉભા રહ્યા. હું આજે જે કંઈ પણ છું, તેમાં સલમાનનો મોટો રોલ છે. તેના માટે હું હંમેશા તેમનું સમ્માન કરીશ. હા, બોલ હવે તેના કોર્ટમાં છે. તેમને જ નક્કી કરવાનું છે કે તે મારી સાથે ભવિષ્યમાં કામ કરશે કે નહિં.” આગળ ભણસાલીએ એ પણ કહ્યું કે, “તે આજે પણ સલમાનને ફોન કરશે તો બંને બિલકુલ પહેલાની જેમ જ વાત કરશે. તેથી એવું નથી કે બંનેએ એકબીજાને પસંદ કરવાનું બંધ કરી દીધું છે.”