છેવટે શા માટે 2 વર્ષથી પત્ની અને બાળકોથી દૂર છે સંજય દત્ત, અભિનેતા એ ખુલાસો કરતા કહી આ વાત

બોલિવુડ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર સંજય દત્ત જેટલા ચર્ચિત પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગ માટે રહે છે તેટલા જ ચર્ચિત તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ રહ્યા છે. સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે અને તે ત્રણ બાળકોના પિતા છે. 62 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા સંજય દત્ત આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

સંજય દત્તે પોતાની એક્ટિંગ દમ પર દેશ અને દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી છે. તાજેતરમાં, સંજય દત્ત બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ KGF 2 માં જોવા મળ્યા હતા જ્યારે તેમની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ છે. આ દરમિયાન સંજુ બાબાએ એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરતા કહ્યું છે કે તેની પત્ની અને તેમના બે બાળકો શાહરાન અને ઈકરા છેલ્લા 2 વર્ષથી તેનાથી દૂર દુબઈમાં રહે છે. સંજયને જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જવાબમાં કહ્યું કે મારા બાળકો ત્યાં ખૂબ જ ખુશ છે. તેમને ત્યાં મોકલવા ક્યારેય પણ મારી યોજનામાં ન હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘સંજુ બાબા’ના નામથી પ્રખ્યાત સંજય દત્તે કહ્યું કે, “તે બિલકુલ અહીં રહી શકતા હતા, પરંતુ હું જોઈ રહ્યો છું કે તેને ત્યાં સારું લાગે છે. તેને તેમની સ્કૂલ અને ત્યાંની એક્ટિવિટી પસંદ છે. મારી પત્ની માન્યતા પાસે પણ ત્યાં કરવા માટે પોતાની ચીજો છે. અમે બધા અહીં જ મોટા થયા છીએ. તેમને ત્યાં મોકલવાની મેં ક્યારેય યોજના બનાવી ન હતી. આ બધું પોતાની રીતે થઈ ગયું. માન્યતા દુબઈમાં પોતાનો બિઝનેસ કરી રહી હતી, તે ત્યાં ચાલી ગઈ અને બાળકો પણ તેની સાથે ચાલ્યા ગયા.

અવારનવાર પરિવારને મળવા જાય છે સંજય દત્ત: સંજય દત્તે પોતાના ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, “હું ખુશ છું કે મારા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. ખરેખર જ્યારે હું અહીં કામમાં વ્યસ્ત નથી હોતો, ત્યારે હું તેમની સાથે દુબઈમાં ઘણો સમય પસાર કરું છું. હું આવતો-જતો રહું છું. હું ઉનાળાની રજાઓમાં તેમની સાથે રહીશ. તે જ્યાં પણ હશે, હું ત્યાં જઈશ.”

સંજય દત્તને ઇન્ટરવ્યુમાં આગળ પૂછવામાં આવ્યું હતું કે, “જો તે પોતાના બાળકોને મુંબઈમાં ન જુએ તો તેમને કેવું લાગે છે?”. આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું, “હું તેમને ત્યાં ખુશ જોવ છું. મારી પુત્રી પિયાનો વગાડવાનું શીખી રહી છે. તે જિમ્નેસ્ટિક્સમાં છે. મારો પુત્ર જુનિયર પ્રોફેશનલ ફૂટબોલ ટીમ માટે રમે છે. તેની ખુશી મારા માટે બીજા બધાથી ઉપર છે.”

હિન્દી સિનેમામાં સંજય દત્તે પૂર્ણ કર્યા 41 વર્ષ: જણાવી દઈએ કે સંજયે તાજેતરમાં જ હિન્દી સિનેમામાં પોતાના 40 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 1981માં તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘રોકી’થી થઈ હતી અને આ સિલસિલો આજે પણ ચાલુ છે. બોલિવૂડમાં 41 વર્ષ પૂર્ણ થવા પર સંજયે સોશિયલ મીડિયા પરથી એક તસવીર શેર કરીને માહિતી આપી હતી.

હિન્દી સિનેમામાં 41 વર્ષ પૂરા કરવા પર સંજયે એક ટ્વિટ કર્યું હતું અને પોતાની પહેલી ફિલ્મ ‘રોકી’ સાથે જોડાયેલી એક તસવીર શેર કરી હતી. સંજુએ ટ્વીટમાં લખ્યું હતું કે, “4 દાયકા + 1 વર્ષ ચોક્કસપણે જીવનભરની સફર છે! રોકી તરીકે, ત્યારે…અને અધીરા તરીકે, હવે તમે મને જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. હું આશા રાખું છું કે આવનારા સમયમાં પણ હું મારા બધા ચાહકો અને શુભેચ્છકોનું મનોરંજન કરતો રહીશ.”

સંજયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તે KGF 2 ફિલ્મમાં વિલન ‘અધીરા’ના પાત્રમાં જોવા મળ્યા હતા. ચાહકોએ તેને આ રોલમાં ખૂબ પસંદ કર્યા હતા. સાથે જ હવે તે અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળવાના છે. જણાવી દઈએ કે અક્ષય, માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદની આ ફિલ્મ 3 જૂને રિલીઝ થશે.