KGF 2 ના શૂટિંગ દરમિયાન સંજય દત્તને માંગવી પડી હતી યશની માફી, કહ્યું હતું કે….

બોલિવુડ

વર્ષ 2018માં આવેલી કન્નડ ફિલ્મ ‘KGF’ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં યશે મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને તેની વિરુદ્ધ મુખ્ય અભિનેત્રી તરીકે શ્રીનિધિ શેટ્ટી હતી. આ ફિલ્મને દરેક ખૂબ પસંદ કરી હતી.

કન્નડ ફિલ્મ ‘KGF’ એ 250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આવું કરનારી આ પહેલી કન્નડ ફિલ્મ હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મ એ યશને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો હતો. હવે ત્રણ વર્ષથી પણ વધુ સમયની લાંબી રાહ પછી તેનો બીજો ભાગ એટલે કે ફિલ્મ KGF ચેપ્ટર 2 આવી રહી છે.

KGF ચેપ્ટર 2 ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મના આ નવા ભાગને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ફિલ્મનું ત્રણ મિનિટનું ટ્રેલર સામે આવ્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. હવે ચાહકો માત્ર આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

નોંધપાત્ર છે કે KGF 2 ની રિલીઝ ડેટ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી છે, જોકે હવે ચાહકોની રાહ સમાપ્ત થવા જઈ રહી છે. ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવા માટે તૈયાર છે. ફરી એકવાર યશ અને શ્રીનિધિની જોડી મોટા પડદા પર સાથે જોવા મળશે. સાથે જ ફિલ્મમાં હિન્દી સિનેમાના બે મોટા સ્ટાર્સ સંજય દત્ત અને રવિના ટંડન જોવા મળવાના છે.

રવીના ટંડન આ ફિલ્મમાં રામિકા સેનની દમદાર ભૂમિકામાં જોવા મળશે જ્યારે સુપરસ્ટાર સંજય દત્ત તેમાં ‘અધીરા’ નામનું ખૂંખાર પાત્ર નિભાવતા જોવા મળશે. સ્વાભાવિક છે કે, સેટ પર ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે મસ્તી મજાક પણ ખૂબ થાય છે. તેવી જ રીતે એક વખત શૂટિંગ દરમિયાન સંજયે યશને કહ્યું હતું કે, “ભાઈ મારું અપમાન ન કરતા”.

જે કિસ્સા વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તેનો ખુલાસો યશે પોતે કર્યો છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું તો તે સમયે ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા હતા. સાથે જ આ તક પર બોલિવૂડ ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર પણ હાજર હતા. યશે કહ્યું હતું કે, “કેવી રીતે તેમણે(સંજય દત્ત) પોતાના સ્વાસ્થ્ય સાથે આ ફિલ્મ માટે પોતાને કમિટેડ કર્યા”.

યશે આગળ સંજય દત્ત વિશે કહ્યું કે, “તે પોતાનું સમર્પણ બતાવે છે. આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે તેમણે એક્શન સિક્વન્સ માટે પોતાની જાતને સમર્પિત કરી છે. હું તેમના માટે ખૂબ ડરી ગયો હતો. મેં દરેકને સાવચેત રહેવા કહ્યું હતું, પરંતુ પછી તે મારી પાસે આવ્યા અને કહ્યું કે યશ પ્લીઝ મારું અપમાન ન કરો, હું કરીશ અને હું આ કરવા ઈચ્છું છું. હું મારું સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છું છું.”

‘KGF 2’ના શૂટિંગ દરમિયાન કેન્સર સામે લડી રહ્યા હતા સંજય દત્ત: નોંધપાત્ર છે કે, સંજય દત્તને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ ચુકી છે અને તે કેન્સ સામેની લડાઈ જીતી ચુક્યા છે. જ્યારે સંજુ બાબા પોતાની આગામી ફિલ્મ ‘KGF 2’ના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. તેની સારવાર તેમણે વિદેશમાં કરાવી.