જુવો સંજય દત્ત અને રિચા શર્માના રિસેપ્શનની તસવીરો, જે પહેલા તમે નહિં જોઈ હોય

બોલિવુડ

સંજય દત્ત બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલું એક એવું નામ છે. જે કોઈ ઓળખનું મહોતાજ નથી. સંજય દત્ત હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્ત અને નરગીસ દત્તના પુત્ર છે, પરંતુ તેણે પોતાની મહેનતથી બોલીવુડમાં સફળતા મેળવી છે. જણાવી દઈએ કે સંજય દત્તે વર્ષ 1981 માં ફિલ્મ રોકીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તે રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા. નોંધપાત્ર વાત એ છે કે ભલે તેની ઘણી છોકરીઓ સાથે અફેર રહ્યું હોય, પરંતુ જ્યારે તેનું દિલ અભિનેત્રી રિચા શર્મા પર આવ્યું તો તેણે વિલંબ કર્યા વગર તેની સાથે લગ્ન કરી લીધા.

જણાવી દઈએ કે સંજય અને રિચાની પહેલી મુલાકાત એક ફિલ્મના મુહૂર્ત દરમિયાન થઈ હતી. બંને વચ્ચે ત્યારે મિત્રતા થઈ અને પ્રેમ
થઈ ગયો. ત્યાર પછી રિચા અને સંજય 1987 માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

સંજય દત્ત અને રિચા શર્માનું લગ્ન જીવન ઘણા વર્ષો સુધી સારું ચાલ્યું. બંનેની એક પુત્રી પણ થઈ જેનું નામ ત્રિશાલા છે. પરંતુ
સંજયની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે રિચાને બ્રેઈન ટ્યુમર થઈ ગયું હતું અને રિચા સારવાર માટે અમેરિકા ગઈ.
પરંતુ તેના કામને કારણે સંજય ક્યારેક ભારત આવતો.

પછી એક સમય એવો આવ્યો જ્યારે બોલીવુડના કોરિડોરમાં માધુરી દીક્ષિત સાથે સંજયના લિંકઅપના સમાચારો હેડલાઈન્સ બનાવવા લાગ્યા. જ્યારે રિચાને આ વાતની ખબર પડી ત્યારે તે તેની પુત્રી ત્રિશાલા સાથે પરત મુંબઈ આવવા ઈચ્છતી હતી, પરંતુ તેના સ્વાસ્થ્યએ તેનો સાથ ન આપ્યો અને ત્યાં સુધીમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી.

જણાવી દઈએ કે રિચાએ 10 ડિસેમ્બર 1996 ના રોજ ન્યૂયોર્કમાં તેના માતા-પિતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે સંજય અને રિચાના ડીવોર્સનું કારણ તેની બિમારી હતું. 1993 માં આપેલા એક ઈંટરવ્યુમાં સંજયે કહ્યું હતું કે, “આ આરોપો ખોટા છે. હું તે પ્રકારનો માણસ નથી જે પોતાની પત્નીના વાળ ખરવા પર તેને પ્રેમ કરવાનું બંધ કરી દે. આ આરોપ મારું રિએક્શન જાણવા માટે લગાવવામાં આવ્યા છે. મને નથી લાગતું કે રિચાને મેં જે પ્રકારનું પ્રોત્સાહન આપ્યું છે, તે મને નથી લાગતું કે કોઈ બીજા કોઈએ આપ્યું છે.”

આ ઈંટરવ્યૂમાં સંજયે રિચાના પરિવારને તેના ડીવોર્સ માટે ઠપકો પણ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમે ફરી એકસાથે પરત નથી આવી શકતા. મારા મનમાં રિચા માટે કંઈ પણ નથી તેના માતા-પિતાએ અમારું જીવન ખરાબ કરી દીધું છે. તેણે મારા પર ઘણા આરોપો લગાવ્યા છે. ખરેખર, તે તેની બહેન છે, જે બધી વાતો કરી રહી છે. તે હસ્તક્ષેપ કરનાર કોણ હોય છે?

અંતે, જણાવી દઈએ કે કદાચ સંજય દત્ત બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે. જેમણે પોતાની કારકિર્દીમાં ઘણા વિવાદોનો
સામનો કર્યો છે. હા, પછી તે ડ્રગ કેસ હોય કે ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ.

સંજયે હંમેશા ખૂબ હેડલાઈન્સ બનાવી છે અને પોતાની કેસાનોવા છવિ વિશે બોલતા, સંજયે એકવાર સ્વીકાર્યું હતું કે તે એક સમયે ઘણી છોકરીઓ સાથે રિલેશનમાં હતા. પરંતુ ક્યારેય પકડાયા નહીં કારણ કે તેણે ચીજોને સારી રીતે સંભાળી લીધી હતી.