લીલા રંગનો ડ્રેસ પહેરીને વૃક્ષ પાસે ડાંસ કરવા લાગી સંધ્યા બિંદણી, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

‘દિયા ઔર બાતી હમ’ની સંધ્યા બિંદણી આજે પણ ઘર-ઘમાં પ્રખ્યાત છે. દીપિકા સિંહ આ રોલને એક અલગ જ લેવલ પર લઈ ગઈ હતી. જો કે, આ શો પછી દીપિકા માત્ર કેટલીક સીરિયલ્સમાં જ જોવા મળી હતી. હાલના સમયમાં તે ટીવી અથવા ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તોતા મેરે તોતા પર ખૂબ નાચી સંધ્યા બિંદણી: દીપિકાને એક્ટિંગ ઉપરાંત ડાન્સિંગનો પણ ખૂબ શોખ છે. તે અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સના વીડિયો શેર કરતી રહે છે. ચાહકોને પણ તેના ડાન્સ વીડિયો ખૂબ જ પસંદ આવે છે. આ દિવસોમાં દીપિકાનો એક રસપ્રદ વીડિયો ચાહકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાનો ડ્રેસ અને ચહેરાના હાવભાવ ચાહકોનું દિલ જીતી રહ્યાં છે.

આ વીડિયોમાં દીપિકા ‘તોતા મેરે તોતા’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી. તેના ડાન્સ મૂવ્સ ઉપરાંત, તેનો ડ્રેસ પણ મહેફિલ લૂટી ગયો. આ દરમિયાન દીપિકા ગ્રીન સૂટ પહેરેલી જોવા મળી. સાથે જ તેની બંગડીઓનું કોમ્બિનેશન પણ ખૂબ જ અનોખું હતું. તેણે એક હાથમાં લીલી બંગડીઓ અને બીજા હાથમાં લાલ બંગડીઓ પહેરી હતી. તેની ઓક્સિડાઇઝ જ્વેલરી આ લુક પર ચાર ચાંદ લગાવતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) 

દીપિકાના આ વીડિયો પર લોકોએ ખૂબ પ્રેમ લુટાવ્યો. એક યુઝરે લખ્યું, “તમે તો આ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો.” પછી એક અન્ય યુઝરે કમેંટ કરીને લખ્યું, “દીપિકા મેમ હું તમારો મોટો ફેન છું. મહેરબાની કરીને ટીવી પર કમબેક કરો.” બસ આવી જ રીતે અન્ય ઘણી કમેન્ટ્સ આવવા લાગી.

દીપિકાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2014માં રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. રોહિત ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર છે. ‘દિયા ઔર બાતી હમ’ તે જ ડાયરેક્ટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને દીપિકા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી બંનેને એક પુત્ર પણ છે જેનું નામ સોહમ ગોયલ છે. દીપિકા હાલમાં ટીવીની દુનિયાથી દૂર છે.