આ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે સંભાવના સેઠ, સત્ય જણાવતા રડવા લાગી અભિનેત્રી, જુવો વીડિયો

બોલિવુડ

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી સંભાવના સેઠે પોતાની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘બિગ બોસ’ સીઝન 2નો પણ ભાગ રહી ચૂકી છે. જણાવી દઈએ કે, સંભાવના સેઠ પોતાના ચાહકો સાથે બ્લોગ દ્વારા જોડાયેલી રહે છે અને અવારનવાર પોતાના સુંદર વીડિયો શેર કરતી રહે છે.

આ ઉપરાંત તે પોતાના ચાહકોનું પણ મનોરંજન કરતી રહે છે. પરંતુ હાલના સમયમાં જ તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલું એક એવું રહસ્ય જણાવ્યું કે તે કહેતા તે પોતે જ રડી પડી. ખરેખર, સંભાવના સેઠે જણાવ્યું કે તે આર્થરાઈટિસની બીમારીનો સામનો કરી રહી છે, જેના કારણે તેને ખૂબ તકલીફ થઈ રહી છે.

આ ગંભીર બીમારીને કારણે સંભવના શેઠ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સંભાવના સેઠ ચાહકોને પોતાની ગંભીર બીમારી વિશે જણાવી રહી છે. પરંતુ આ દરમિયાન તે રડવા લાગે છે. સંભવનાએ જણાવ્યું કે, તેના હાથ-પગમાં સોજો રહે છે. દર્દ, જડતાથી પણ તે ખૂબ પરેશાન થઈ ગઈ છે. સંભવનાએ કહ્યું કે, “હું કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરી રહી છું. જ્યારે એક ચીજ બરાબર થાય છે તો બીજી આવે છે. મને મારા પતિ અવિનાશ માટે પણ ખરાબ લાગે છે જે મારા કારણે પીડાઈ રહ્યા છે. હું હંમેશા બીમાર રહેવાના કારણે તેમને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જણાવી દઈએ કે, સંભાવના સેઠે પ્રખ્યાત અભિનેતા અને લેખક અવિનાશ દ્વિવેદી સાથે લગ્ન કર્યા છે. પરંતુ તે આજ સુધી માતા બની શકી નથી. તેના વિશે તેના પતિ અવિનાશે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે, “જ્યારે અમે લગ્ન કર્યા, તે સમયે અમે માતા-પિતા બનવાનું વિચાર્યું ન હતું, તે સમયે અમે તૈયાર પણ ન હતા. અમારા પર તે સમયે પરિવાર તરફથી પણ ખૂબ દબાણ હતું. અમે વિચાર્યું હતું કે બેબી પ્લાનિંગ વિશે અમારા બંનેનો નિર્ણય હશે, સંભાવના અને મારા લગ્ન 2016 માં થયા હતા.” સાથે જ અભિનેતાએ આગળ કહ્યું, “જ્યારે અમે બંને બેબી પ્લાનિંગ માટે સંપૂર્ણપણે તૈયાર થયા, ત્યારે કંસીવ કરવામાં સમસ્યાઓ આવી. આવી સ્થિતિમાં અમે IVF ની પણ મદદ લીધી. મને લાગે છે કે તે ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે જ્યારે તે નિષ્ફળ જાય છે.

આ સારવારથી ઘણી કપલને મદદ મળી છે, પરંતુ જ્યારે હું સંભાવનાને જોવ છું, ત્યારે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ છે. વારંવાર તેનું દિલ તૂટતા જોવા મળી રહ્યું છે. આ પ્રક્રિયા માટે ઘણી બધી માનસિક, આર્થિક અને ઈમોશનલ સપોર્ટની જરૂર છે..”

આ ટીવી શોમાં કામ કરી ચુકી છે સંભવના: સંભવના સેઠની કારકિર્દીની વાત કરીએ તો તેણે માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં પરંતુ બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં ‘રઝિયા સુલતાન’, ‘બાજી મેહમાન નવાજી કી’, ‘રોક એન્ડ રોલ ફેમિલી’, ‘રાજ પાસ્ટ જનમ કા’, ‘દિલ જીતેગી દેશી ગર્લ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.