કશ્મીરમાં પતિ સાથે બરફની મજા લેતી જોવા મળી સના ખાન, જુવો રોમેન્ટિક તસવીરો

બોલિવુડ

તે સામાન્ય વાત છે કે જો કોઈ સેલિબ્રિટી લગ્ન કરે છે તો મીડિયા અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થવા લાગે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કલાકારના લગ્ન પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. આવી જ એક અભિનેત્રી સના ખાન પણ છે જેણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે પરંતુ તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેમના લગ્ન અને હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ખરેખર બોલિવૂડ છોડ્યા પછી ઇસ્લામના માર્ગે ચાલનારી સના ખાને ગયા મહિને 20 નવેમ્બરના રોજ ગુજરાતના રહેવાસી મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા હતા. અનસ સાથે નિકાહ કર્યા પછી, સના સતત હેડલાઇન્સમાં છે અને તે તેની ઘણી તસવીરો પોસ્ટ કરી રહી છે. લગ્ન પછી સના તેના સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આ દરમિયાન આ કપલ તેમના હનીમૂન પર કાશ્મીર ગયા છે. સનાની કાશ્મીરમાં હનીમૂનની લેટેસ્ટ તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે સના કાશ્મીરના બરફીલા મેદાનોમાં બરફની મજા લેતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ તસવીરમાં સના ગ્રીન જેકેટ અને બ્લેક શાલમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે માથા પર હિજાબ પણ પહેર્યો છે. સનાની લેટેસ્ટ તસવીરો પર ચાહકો લાઈક્સ અને કમેંટ કરી રહ્યા છે. સનાએ કેપ્શનમાં લખ્યું છે કે – સ્વર્ગ. તસવીરમાં તેની સાથે તેનો પતિ અનસ સૈયદ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. ન્યૂ મેરિડ કપલ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે લગ્ન પછી સના ખાને પોતાનું નામ પણ બદલીને સૈયદ સના ખાન રાખ્યું છે. સનાના આ લગ્નથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થયા હતા. જણાવી દઈએ કે મુફ્તી અનસ ગુજરાતના સુરતમાં રહેતા મૌલવી છે અને તે એક ધાર્મિક નેતા અથવા ઇસ્લામિક સ્કોલર પણ છે. આટલું જ નહીં મુફ્તી અનસ સુરતનો એક બિઝનેસમેન પણ છે.

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્નના આશરે એક મહિના પહેલા જ સનાએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું અને સોશિયલ મીડિયા પરથી તેની બધી હોટ તસવીર ડિલીટ કરી દીધી હતી. સાથે જ સનાના ઇંસ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે અને તે છેલ્લે હોટ સ્ટારની વેબ સિરીઝ સ્પેશ્યલ ઓપ્સમાં સ્ક્રીન પર જોવા મળી હતી. જો કે, તે બિગ બોસ સિઝન 6 માટે સલમાન ખાનની જય હો માટે વધુ જાણીતી છે. પરંતુ હાલમાં સના તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published.