મૌલાના સાથે લગ્ન કર્યા પછી પહેલી વખત સ્વિમિંગ પૂલમાં જોવા મળી સના ખાન, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડની સુંદર અભિનેત્રી અથવા પછી કહીએ કે એક્સ અભિનેત્રી સના ખાન હાલમાં તેના મૌલવી પતિ અનસ સૈયદ સાથે માલદીવની સુંદર વાદિઓમાં એન્જોય કરી રહી છે. ઈસ્લામનો હવાલો આપીને સના એ બોલીવુડથી અંતર બનાવી લીધું હતું, જોકે સોશિયલ મીડિયા પર તે આજે પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે પોતાના મૌલવી પતિ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં તેણે પોતાની માલદિવની રજાઓના કેટલાક વીડિયો અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ દરમિયાન સના માલદીવના દરિયામાં બનેલા સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળી હતી. જોકે સના આ પૂલમાં પાણીની મજા લઈ રહી હતી, પરંતુ આ દરમિયાન તેની સાથે એક એવી ઘટના બની, જેને જોઈને હવે ચાહકો તેની મજા લઈ રહ્યા છે.

ખરેખર સના સ્વિમિંગ પુલમાં રાખવામાં આવેલી મોટી બતક પર બેસીને તરી રહી હતી. આ દરમિયાન તેના મૌલવી પતિ તેની બેગમનો વીડિયો બનાવી રહ્યા હતા. તે સનાને પૂછે છે કે ‘શું મજા આવી રહી છે?’ તેના પર સના કહે છે ‘હા, હું તેને પ્રેમ કરું છું.’ જો કે પછી જોત જોતામાં સનાનું બેલેંસ બગડી જાય છે અને તે પૂલમાં પડી જાય છે. આ જોઈને તેના પતિ પણ હસવા લાગે છે.

આ વીડિયો શેર કરતાં તે કેપ્શનમાં લખે છે, ‘મારા પડવાનો સમય તો જુવો, અલ્લાહ કી કુદરત પે, આ સુપર પવન છે, તેથી બેલેંસ કરવું મુશ્કેલ છે.’ સનાના આ વીડિયો પર ચાહકો કમેન્ટ કરીને ખૂબ મજા લઈ રહ્યા છે. તમે પણ આ રમુજી વિડીયો અહીં જોઈ શકો છો.

સનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા એવું લાગે છે કે તે તેના મૌલવી પતિ સાથે માલદીવની સુંદર વાદીઓ અને લક્ઝરી લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સમુદ્ર કિનારા પર પોઝ આપે છે તો ક્યારેક રેસ્ટોરંટમાં આરામ કરે છે અને ભોજનની મજા લેતી જોવા મળે છે.

સના એક વીડિયોમાં ઝૂલા પર બેસીને મસ્તી પણ કરી રહી છે. આ દરમિયાન તેના પતિ સનાને ખૂબ જોરથી ઝૂલો આપે છે. આવું થવા પર સના જોરથી હસે છે. આ વીડિયો શેર કરતાં તે કેપ્શનમાં લખે છે કે ‘હું પ્રેમ અને નમ્રતાની આશા કરી રહી હતી, પરંતુ મને મળ્યું પાગલપન. મારા પેટ અને જડબામાં દુખાવો થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે માત્ર સના જ નહીં પરંતુ તેના મૌલવી પતિ અનસ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમણે પણ તેના માલદીવ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં ભોજન કરતા, ટેબલ ટેનિસ રમતા, દ્વિપના નજારાનો આનંદ લેતા અને પુલના કિનારે બેસીને નાસ્તો કરતા જેવી તસવીરો શામેલ છે.

નોંધપાત્ર છે કે સના એ ઓક્ટોબર 2020 માં બોલિવૂડ અને એક્ટિંગની દુનિયાને અલવિદા કહ્યું હતું. આમ કરવા પાછળ તેમણે માનવતા અને ઇસ્લામની સેવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી તેમણે નવેમ્બર 2020 માં ગુજરાતના અમીર મૌલવી અનસ સૈયદ ખાન સાથે લગ્ન કર્યા હતા.