સમીરા રેડ્ડીએ પતિ સાથે ગોવામાં મચાવ્યો ગદર, જુવો તેની વાયરલ બોલ્ડ તસવીરો

બોલિવુડ

ડરના મન હૈ, મુસાફિર અને નો એન્ટ્રી જેવી બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સમીરા રેડ્ડી ઘણા દિવસોથી ફિલ્મી પડદાથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. અવારનવાર તેની બોલ્ડનેસની ચર્ચા થતી રહે છે. આ વખતે પણ સમીરા તેના ખૂબ જ હોટ લુકને કારણે ચર્ચામાં આવી ગઈ છે. તે તેના પતિ સાથે ગોવામાં રજાઓ પસાર કરી રહી છે અને તેની તસવીરો તેમણે પોતાના ઈસ્ટાગ્રામ હેંડલ પર શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે મૈને દિલ તુઝકો ક્યોં દિયા માં સોહેલ ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે પણ કામ કરી ચુકી છે.

સમીરા ગોવા ટ્રીપમાં ખૂબ ખુશ જોવા મળી રહી છે, તેણે પોતાના પતિ અને પુત્રી સાથે ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તેમની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. બંને કપલે ખૂબ જ હોટ સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યું છે. નીચે આ તસવીરમાં સમીરા તેના પતિ સાથે બીચ પર એન્જોય કરી રહી છે જેમાં તેણે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ્સ વાળો સ્વિમિંગ ડ્રેસ પહેર્યો છે. જ્યારે તેના પતિએ માત્ર બોક્સર પહેર્યું છે અને કંઈક પીતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેની પુત્રી રેતી સાથે રમી રહી છે. તસવીર જોઈને લાગે છે કે આ બીચ પર નાહ્યા પછીની તસવીરો છે.

આખો પરિવાર આ દિવસોમાં રજાઓ પસાર કરી રહ્યો છે. તેનો મોટો પુત્ર પણ તેની સાથે છે આ તસવીર પોસ્ટ કરતા સમીરાએ લખ્યું – ગાડીના પૈડા અને રેતીનો મહેલ! અત્યારે પણ હું વીકેંડના સપનામાં ખોવાયેલી છું પરંતુ હવે સોમવાર છે, પરિવાર સાથે રજાઓ પસાર કરવી સૌથી શ્રેષ્ઠ હોય છે. સમીરાની પરિવાર સાથે રજાઓ પસાર કરતાની તસવીરોને નેટીજંસનો પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે, લોકો તેમના આ નાના પરિવારની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. કોઈ ‘હાઉ ક્યૂટ’ લખી રહ્યું છે તો કોઈ કહી રહ્યુ છે કે ‘નાનો પરિવાર સુખી પરિવાર’. સમીરા અભિનેતા હોવાની સાથે ફિટનેસ ફ્રિક પોઝિટિવિટી આઈકોન પણ છે.

ચશ્મા પહેરીને બીચ પર પોતાની એક સિંગલ તસવીર પોસ્ટ કરતા સમીરાએ લખ્યું, “ગોરી ત્વચાને પ્રોત્સાહન આપતી આ દુનિયામાં, હું મારા સુંદર ભારતીય રંગને નિખારવા માટે ખિલખિલાતા અને સુંદર તડકામાં બેસીને સૌથી વધુ ખુશ છું.

સમીરાએ બોલીવુડની ફિલ્મોની સાથે સાથે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 2002 માં મૈને દિલ તુઝે ક્યૂં દિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તે સોહેલ ખાનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તેમણે ટેક્સી નંબર નૌ દો ગ્યારહ, ફુલ એન્ડ ફાઇનલ અને રેસ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.